ભરોસો એમ કંઈ ઊઠી ગયો એના પ્રણયમાંથી
bharoso em kai uthi gayo aena pranaymathi
બેફામ
Befam

ભરોસો એમ કંઈ ઊઠી ગયો એના પ્રણયમાંથી,
મળે છે માત્ર શંકાઓ જુદાઈના સમયમાંથી;
હું એને આંખ સામે જોઉં છું તો બીક લાગે છે,
કે એ નીકળી ગયાં તો નહિ હશે મારા હૃદયમાંથી.



સ્રોત
- પુસ્તક : સમગ્ર બરકત વીરાણી ‘બેફામ’ (પૃષ્ઠ ક્રમાંક 318)
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2023