Ishwarstuti - Muktak | RekhtaGujarati

ઈશ્વરસ્તુતિ

Ishwarstuti

કાન્ત કાન્ત
ઈશ્વરસ્તુતિ
કાન્ત

ઉત્પત્તિ, સ્થિતિ, વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,

ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી,

જે ધાતા જગનો, પવિત્ર, પ્રભુ, જે ત્રાતા સ્વયં નન્દન,

તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા! સ્વીકારજો વંદન!

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928