apmele - Muktak | RekhtaGujarati

આપમેળે

apmele

જલન માતરી જલન માતરી

પીધાં જગતનાં ઝેર શંકર બની ગયો,

કીધાં દુઃખો સહન પયમ્બર બની ગયો;

મળતો નથી દરજ્જો કોઈ સાધના વિના

પણ તારી મેળે તું ખરો ઈશ્વર બની ગયો.

સ્રોત

  • પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સર્જક : જલન માતરી
  • પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
  • વર્ષ : 1984