khila - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેદની વિખરાય;

ને વૃદ્ધ જેની કાય

તે લોહાર આવી કાષ્ઠના ક્રૂસ પાસે

(જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું-શુદ્ધ જાણે સૂર્યનું

ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું!)

જઈ જુએ શું એક શ્વાસે

મેં મકાનો બાંધવાને જે ઘડ્યા

રે તે ખીલા તે અહિં જડ્યા!

સ્રોત

  • પુસ્તક : પ્રતીક (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : પ્રિયકાન્ત મણિયાર
  • પ્રકાશક : સ્વાતિ પ્રકાશન
  • વર્ષ : 1964
  • આવૃત્તિ : 2