jhuman sundri - Mukta Padya | RekhtaGujarati

ઝૂમાં સુંદરી

jhuman sundri

નલિન રાવળ નલિન રાવળ
ઝૂમાં સુંદરી
નલિન રાવળ

ધીખેલ ગ્રીષ્મ આભ

ઝૂ

મહીં

ધમંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ

નેત્રમાં ઝલંત આગ

યાળ ઝાળ ઝાળ

સુંદરી

સકંપ બાષ્પ રુદ્ધ નિષ્પલક નિહાળતી:

સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં

પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી

ધસે

ધસી કૂદે

સિંહણ છલંગમાં ધમંત લોહપિંજરે

પડે

ભફાંગ

ઝૂ

મહીં

ધીખેલ ગ્રીષ્મ આભ

હાંફતી

મદિલ સુંદરી સરે.

ધીરે ધીરે બહાર......

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 267)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007