jhuman - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(સિંહને જોઇને)

છલંગ, ન્હોર,

નેત્રમાં તેજ, તૉર,

ઝનૂન,

તીક્ષ્ણ દંત છે ચહંત ખૂન,

પૌરુષે પ્રપૂર્ણ રોમરોમ,

રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.

પિંજરે પૂરી તને જણાવશું

સમાજની કળા બધી ય, સભ્યતા ભણાવશું,

અને બધાં માનવી અમે થશું

તને જોઈ જોઈ સભ્યતા થકી પશુ.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 3 – નિરંજન ભગતનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : જયન્ત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981