swa manilal desai ne - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સ્વ. મણિલાલ દેસાઈ ને

swa manilal desai ne

નલિન રાવળ નલિન રાવળ
સ્વ. મણિલાલ દેસાઈ ને
નલિન રાવળ

જ્યારે કાળા ઉનાળામાં સળગતું હતું શહેર,

જ્યારે ખાલી અવાજોમાં ખખડતું હતું શહેર,

ત્યારે

આવી

કાવ્ય કર્યું એનું (મારા શહેરને તેં અર્થ દીધો) કવિ.

વાંચ્યું પ્રથમ કાવ્ય પ્રિય મારી કને ફરી ફરી.

આજ ફરી

કાળઝાળ ઉનાળામાં આવા

મારા શહેર મહીં સહુને (મને ય) મૂકી

કેમ કહે,

મૃત્યુને

તેં

ધરી દીધી

છલકંત સ્વપ્નભર્યા જીવનની કાવ્યપોથી.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2