sanjni bhukhar nishchal ankhoman paDshe paDchhaya - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાંજની ભૂખર નિશ્ચલ આંખોમાં પડશે પડછાયા

sanjni bhukhar nishchal ankhoman paDshe paDchhaya

અજિત ઠાકોર અજિત ઠાકોર
સાંજની ભૂખર નિશ્ચલ આંખોમાં પડશે પડછાયા
અજિત ઠાકોર

સાંજની ભૂખર નિશ્ચલ આંખોમાં પડશે પડછાયા

સબોસબ વીંઝાશે તરવાર ઘડીભર ફળિયે

ફળિયે પીળચટાં પર્ણો તડકાનાં ખરશે...

ઠેસે ચડશે...

ફળિયે આછા આછા અંધકાર શી સંભવનાઓ

સૂનમૂન ઘરમાં સંચરશે...

ફળિયે ભીંતોના અપલક પડછાયા

ઉજ્જડ ચહેરે ટોળે વળશે...

ફળિયે કંકુવરણો સૂનકાર ગોખેથી ખરશે...

ખરતો રહેશે...

ઉંબરા દૂ...ર દૂ...ર સૂસવશે

ફળિયું ઝીણી આંખે જોયા કરશે

હમણાં ઝાંખા ફાનસ જેવું ઘર

ઘરમાં હરશે...ફરશે...

સ્રોત

  • પુસ્તક : અલુક્ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : અજિત ઠાકોર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1981