manilal - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મણિલાલ-

manilal

રાવજી પટેલ રાવજી પટેલ

તું કવિતા થઈને

લયલોહ્યું દિલ ખોલ

ડાંગરના ખેતરમાં તડકો થઈને તું પ્રગટેલો

અષાઢના પહેલા વાદળનો રેલો

પીળા બાવળનાં ફૂલ થઈને મારું શૈશવ ગાતો

અંધારામાં ઊકલી પડતો

કોયલનું ટોળું થઈ મારી આંખે ઢળતો

અડતાં અડતાંમાં તું તડાક દઈને ઊઘડી પડતો

તું મારી માટીના જાયો માટીના સ્તનમાં

ક્યાં સંતાયો

મીઠા લયના સર્પ-મણિધર

ડસવાનું તું… છોડ

હું… ક્યાં છું દુર્ભાગી માતા

કે ફરી ફરી

મારા મનમાં જન્મી જન્મી શ્વાસ છોડતો

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2