sawar - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કપાસના હોઠો ભીંજ્યા છે લથબથ

ધૂસરતા તો ચાસ ચાસને છેટે ચાલે

કપાસની બહુ તેજ ધ્રાણથી

નાક મહીં ટેકરીઓ તીખી ઊગે ગુંજની

ખેતરશેઢે ચોમાસાંનાં ચરણચિહ્ન ભૂંસાય

સૂતેલું ગતકાળ તણું નભ મોરચીસમાં હીબકાં ભરતું

દેવચકલીઓ દૂ...ર થોર પર ચંચળ બેઠી

પંખીઓના કલરવ પરથી સવાર ખરતી

ખરતી સવાર ફાળીએ બાંધી હાળી જાય ડોલતો...

સ્રોત

  • પુસ્તક : અલુક્ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : અજિત ઠાકોર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1981