રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું જીવું છું:
નવોઢા કોઈ જાણે
અંગમાં જેના કશું લાવણ્ય ના.
હું જીવું છું:
જીર્ણ કો ઘડિયાળનો કાંટો;
હવે તો કણસતો દર્દી બની.
હું:
હમણાં જ જે પાડી ગયો પગલાં
એ ઝંઝાવાત?
ના.
હમણાં જ જે છલક્યો,
સૂરજને હાથતાળી દઈ જરા મલક્યો,
એ દરિયો?
ના.
હમણાં જ જે રસ્તાકિનારે રૈ ઊભું
હીબકાં ભરે કોઈ ત્યજાયેલું શિશું;
એ?
ના.
એ યે નહીં, એ યે નહીં, એ યે નહીં.
hun jiwun chhunh
nawoDha koi jane
angman jena kashun lawanya na
hun jiwun chhunh
jeern ko ghaDiyalno kanto;
hwe to kanasto dardi bani
hunh
hamnan ja je paDi gayo paglan
e jhanjhawat?
na
hamnan ja je chhalakyo,
surajne hathtali dai jara malakyo,
e dariyo?
na
hamnan ja je rastakinare rai ubhun
hibkan bhare koi tyjayelun shishun;
e?
na
e ye nahin, e ye nahin, e ye nahin
hun jiwun chhunh
nawoDha koi jane
angman jena kashun lawanya na
hun jiwun chhunh
jeern ko ghaDiyalno kanto;
hwe to kanasto dardi bani
hunh
hamnan ja je paDi gayo paglan
e jhanjhawat?
na
hamnan ja je chhalakyo,
surajne hathtali dai jara malakyo,
e dariyo?
na
hamnan ja je rastakinare rai ubhun
hibkan bhare koi tyjayelun shishun;
e?
na
e ye nahin, e ye nahin, e ye nahin
સ્રોત
- પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 72)
- સર્જક : મણિલાલ દેસાઈ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1987
- આવૃત્તિ : 2