kal lagi ane aaj - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાલ લગી અને આજ

kal lagi ane aaj

નલિન રાવળ નલિન રાવળ
કાલ લગી અને આજ
નલિન રાવળ

કાલ લગી

પોચું જાણે પલળેલા પૂંઠા જેવું આભ

આજ

કડક જે પાપડ તે સારેવડા જેવું,

કાલ લગી

લથરબથર અંગે ભીંજાયેલાં મકાનો

જે ફડકમાં વીલાં ભીરુ ઘેટાંના કો ટોળા જેવાં

આજ

શિયાળવાં જેવાં સહુ લુચ્ચાં,

કાલ લગી

શ્હેરના સૌ લત્તા

ચીનાઓની આંખ જેવા લાગતા'તા ઝીણા

આજ

સમાચાર-પત્રોનાં હોડિંગ જેવા પ્હોળા,

કાલ લગી

વૃદ્ધના ગળેલ ખોટા પગ જેવો

વિચારોમાં મુડદાના મન જેવો

આજ

કવિતાના લયબદ્ધ છંદ જેવો તાજો

તડકો કડાક કોરો પ્હેરીને હું નીકળ્યો છું.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સર્જક : મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973