જ્યારે કાળા ઉનાળામાં સળગતું હતું શહેર,
જ્યારે ખાલી અવાજોમાં ખખડતું હતું શહેર,
ત્યારે
આવી
કાવ્ય કર્યું એનું (મારા શહેરને તેં અર્થ દીધો) કવિ.
વાંચ્યું પ્રથમ એ કાવ્ય પ્રિય મારી કને ફરી ફરી.
આજ ફરી
કાળઝાળ ઉનાળામાં આવા
મારા શહેર મહીં સહુને (મને ય) મૂકી
કેમ કહે,
મૃત્યુને
તેં
ધરી દીધી
છલકંત સ્વપ્નભર્યા જીવનની કાવ્યપોથી.
jyare kala unalaman salagatun hatun shaher,
jyare khali awajoman khakhaDatun hatun shaher,
tyare
awi
kawya karyun enun (mara shaherne ten arth didho) kawi
wanchyun pratham e kawya priy mari kane phari phari
aj phari
kaljhal unalaman aawa
mara shaher mahin sahune (mane ya) muki
kem kahe,
mrityune
ten
dhari didhi
chhalkant swapnbharya jiwanni kawypothi

સ્રોત
- પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 121)
- સર્જક : મણિલાલ દેસાઈ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1987
- આવૃત્તિ : 2