રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના, તે નહીં.
એ તરફથી ડાઘુજન ગમગીન ચ્હેરે આવતું;
–તેયે નહીં.
રસ્તા વિશે એ બેય ધારા જ્યાં મળે
-તે મેદની છે જિંદગી.
ભરતી વિશે ઊભરાય ખાડી, ખાંજણોય આકળી,
-ના, તે નહીં.
ને ઓટમાં એ હાડપિંજર ગણી લો પાંસળીએ પાંસળી;
-તેયે નહીં.
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ
તે સમુંદર જિંદગી.
ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
-ના, તે નહીં.
ને અષાઢી મેઘ જેવી આંખડી સતત રુએ;
-તેયે નહીં.
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરંતું ડૂસકુ
તે સંધિક્ષણ છે જિંદગી.
aa taraph unmatt dhwaj pharkawatun sarghas jatun;
na, te nahin
e taraphthi Daghujan gamgin chhere awtun;
–teye nahin
rasta wishe e bey dhara jyan male
te medani chhe jindgi
bharti wishe ubhray khaDi, khanjnoy aakli,
na, te nahin
ne otman e haDpinjar gani lo pansliye pansli;
teye nahin
ot ne bharti ubhay sandhay je kshan
te samundar jindgi
phulna jewun wasantal smit khile je shaishwe;
na, te nahin
ne ashaDhi megh jewi ankhDi satat rue;
teye nahin
har aah kain malki jati, har smit bharantun Dusaku
te sandhikshan chhe jindgi

સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989