ચાલ, ફરીએ!
chaal phariiye
નિરંજન ભગત
Niranjan Bhagat

ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
બ્હારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!
એકલા રહેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
ચાલ, ફરીએ!



સ્રોત
- પુસ્તક : બૃહદ છંદોલય (પૃષ્ઠ ક્રમાંક 263)