hamnan - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હમણાં

નળિયામાંથી ટપક્યું એવું નેવું -

ફળિયું ફાલ્યું!

હમણા

આંખો મીંચી બેઠેલું તડકીનું ચકલું

ફડાક દઈને ઊડ્યું...

હમણાં

અલક-મલકનું આછેરું અજવાળું

કોણે આંખે આંજ્યું—

વાસણકૂસણ, ગાર અને ગોરમટી ખીલ્યાં

ઘર આખાને કોણે માંજ્યું?

હમણાં

રણક ઝાંઝરી ઝણકી

ને કૈં રતુમડી ભાતીગળ ભીની યાદ હવામાં લ્હેરી,

હમણાં

કેમે કરતાં સમજાયું ના સમજાય—

નિરાંતે પછીતને પડછાયે પોરો ખાતી વેળા ડણકી

ને મેં રજવાડી આળસ થોડી ખંખેરી, થોડી પ્હેરી.

હમણાં

ઘુઘરિયાળી ઘોડાગાડી ઘરની પાસે અટકી!

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ - 2 (પૃષ્ઠ ક્રમાંક 227)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973