dinante - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રસ્વેદથી ગાલની ઓગળેલી લાલી સમી

રેલતી ઓઘરાળી સંધ્યા...

પ્રોઢા

પુરાણા શણગાર સામટા સજી

હજી ષોડશી સ્વપ્ન માણતી!

આંખો મહીં

આવતી રાત્રી કેરા અંધારની

કાજળ-પાળ વચ્ચે

મેલા તળાવે કંઈ માછલાં રમે!

ને એડીઓ ચંચલ ને અધીરી

પ્રતીક્ષતી?

ઇંગિત કોકનું!

જતી;

જતાં જરી પાછળ કિંતુ જોતાં

જોઈ મને,

ઝૂલતી પર્સમાંથી ફગાવતી બે સ્મિત

જે ક-વેળા વચ્ચે ધસેલી બસપે ઝિલાઈં રહે!

અને હું મારી બસમાંથી જોતાં,

અદૃશ્ય થાતી નિરખું વળાંકે

અને—

જતી આથમી એક સાંજને!

સ્રોત

  • પુસ્તક : નન્દિતા (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : વિનોદ અધ્વર્યું
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1960