gher pahonchawun sahelun kyan chhe? - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘેર પહોંચવું સહેલું ક્યાં છે?

gher pahonchawun sahelun kyan chhe?

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
ઘેર પહોંચવું સહેલું ક્યાં છે?
ઉદયન ઠક્કર

કરું કાલની વાત

ઘેર જવાના રોજના મારા મારગ પર નીકળેલું સરઘસ

નહીં ચલેગી નહીં ચલેગી

તાનાશાહી નહીં ચલેગી

સરઘસની સામે મારું કંઈ ચાલ્યું નહીં

બીજા મારગ પર એક મંદિર આવે છે

રામ જાણે શેનો તહેવાર

ઠેલંઠેલા થેલંથેલા જયજયકાર

બન્ને મારગ બંધ થયા પછી મને મેદાન સાંભર્યું

પુસ્તક ફેંકી વંડી ઠેકી

જીરાગોળી વરિયાળીથી પેટ ભરીને હરિયાળીમાં રમતા’તા જ્યાં

હું ને પેલો કનુ ‘કાકડી’

ધોબી તળાવમાં ટામેટું ટામેટું

ઘી ગોળ ખાતું’તું ખાતું’તું

નદીએ નહાવા જાતું'તું જાતું'તું

માથું ફુગ્ગો થઈ ગયું ને હોઠ પિપૂડી

ચોરસિપાઈ રમવા લાગ્યા શ્વાસ

દડો આવીને અડ્યો તો થયું

કોઈનો વાંસે ધબ્બો પડ્યો

ધૂળમાં પગલાં ભરતાં

શૈશવને મારગ હું આવ્યો ઘેર

ઘેર પહોંચવું સહેલું ક્યાં છે?

સ્રોત

  • પુસ્તક : રાવણહથ્થો (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2022