W. B. Yets ne - Metrical Poem | RekhtaGujarati

ડબ્લ્યુ. બી. યેટ્સને

W. B. Yets ne

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
ડબ્લ્યુ. બી. યેટ્સને
હરિશ્ચંદ્ર ભટ્ટ

આષાઢ વાદળ મહીં તરતો મયંક :

ઘેરો, ગભીર, કરુણાર્દ્ર, અશાન્ત, દીન

ને ક્લાન્ત, ખિન્ન, તરલોર્મિ વહન્ત પ્રેમ.

એવાં નેન

રાતાં ગુલાબ, ગત પ્રેમની આરઝૂ, ને

હૈયાની જગજૂની વ્યથાની વાત.

સૌન્દર્ય–ભાન–ભરતી સઘળું કળ્યું તેં;

સ્વર્ધૂનીતીર ગતયૌવન વૃદ્ધનીયે

તે સાંભળી સ્વમુખની ઉપહાસ વાત :

જે હોય સુંદર બધું જલશું તણાતું

આઘે”

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
  • વર્ષ : 1959