રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(મંદાક્રાંતા)
મારાં દ્વારો પ્રતિપ્રહર છે, સર્વને કાજ ખુલ્લાં,
धन्योSस्मि હા! પુનિત પગલાં ત્યાં પડે ક્યાંથી ભૂલાં;
દાનાં દિલો મુજ ખબર લે, ના વધાવું હું દુલાં,
મહેમાનો એ મનભર મીઠાં કાળજાએ ભૂલ્યાં!
ખુલ્લું મારું સદન સહુને કાજ છે બન્યુ! હોકે,
“છો કે?” કહેતાં સ્વજન બનતાં, કોણ એ સાદ ટોકે?
‘આવ્યાં’ એ સહુ સ્વજન સમ છે, સર્વદા આંખ માથે,
ભોળાંદોલાં પ્રભુપ્રિય સહુ ગુંજશું ગોષ્ટિ સાથે,
પ્રેમોર્મિને વિનિમય થતો સ્વપ્ન જેવો પ્રસંગ,
લ્હાણાં મીઠાં લલિત ઉરનાં, – ધન્ય એ સંગરંગ.
***
કિન્તુ મારું ઉર કહી રહ્યું, બન્ધુ! છે અન્ય વાત,
ભાઈ, મારાં કઠિન વચનો સાંખજે વજ્રપાત.
આ સૃષ્ટિમાં ઉર ઉર તણો કઈ દિ’ મેળ ખાતો?
તાળી મૈત્રી ‘હિહિહિ હુડ્ડહુ’ સ્નેહ એમાં સમાતો!
રાગદ્વેષી છલબલ વડે નાચતાં પૂતળાંઓ
બેઠા ઊઠયાં! થઈ ય શું ગયું, એ મળ્યાં ના મળ્યાં તો!
જિહવાગ્રે છે। મધુ લળકતાં, હાર્દની માંહી દંશ,
પાત્રો ક્યાં છે અમૃત ઝીલતાં-વિશ્વનો પ્રેમ અંશ!
તેથી મારું દિલ કહી રહ્યું, ભાઈ રે! નગ્ન સત્ય,
પોલાં ‘છો કે?’ મુખ મરકડાં, દંભનાં એ અપત્ય,
આવ્યા તો શું, નહિ જ ફરકયા, તો ય શું ડોળ ઘાલું,
કાલું કાલું પટુ અટપટું, સ્નેહનું શું બકાલું?!
મારાં દ્વારો ગહન મનની શાન્તિ શાં બંધ મૂક,
મારાં દ્વારો ફિલસૂફી તણાં કાવ્યની ભવ્ય તૂક!
મારાં દ્વારે પ્રબળ ઊછળે મૌનનાં અટ્ટહાસ્ય,
મારાં દ્વારે, સ્મિત લહરી વા! ધન્ય પ્રજ્ઞા નિવાસ.
કિન્તુ કો દિ' પદરવ સુણું બન્ધુ હું દ્વાર મારે,
કમ્પારી કંઈ, નિભૃત ઉરમાં છૂટતી ભાઈ! ત્યારે,
રે રે ત્યારે ફડફડ કરું ખાલી કૈં પ્હોર ઓષ્ટ,
કે શું મારે કરવી પડશે, શું કરું વ્યર્થ ગેાષ્ટ?!
***
મારે દ્વારે પરમ સુખી હું, સર્વદા એકલો છું,
મારા સંઘે કવિ ફિલસૂફો, એકલો તો ભલો છું,
મીઠી ઊર્મિ, લલિત ઉરની, તર્કની ભવ્ય શ્રેણી,
સ્વપ્નો ચારુ-વિરલ વહતી-તેની દ્વારે ત્રિવેણી.
લ્હેરાવે શું નિકટ વસતી જ્ઞાનની પુસ્તિકાઓ
જ્ઞાન માની, વિરલ ઉરના છે અનેરા જ રાહો,
હું તો મારે મન નૃપતિ છું, જ્ઞાનશૃંગે વિરાજ્યો,
મારે ત્યારે જગની પડી શું, પૂર્ણ હું જ્ઞાન દાઝ્યો.
બેઠો લ્હેરું જિગર ઝરુખે જ્ઞાનકેરી અટારી,
સ્વપ્નો જેવી, લલિત ઉરમાં, સંઘરી કિલારી.
***
મારાં દ્વારો, સ્વજન બનતાં, આપતાં ધન્યમાન,
આઘાં રહેતાં, ઉર સરિતનાં-ડોળતાં તો ન ગાન,
આવે તેનો જરૂર ઘડી હું, પાડથી પ્રેમ માનું,
ના આવ્યાનું મુજ ગરીબનું જાણું હું લાડ છાનું!
આવ્યા તો હું ક્યમ કહી શકું ચોંટી આ તો ઉપાધિ,
ના આવ્યા તો મુજ ગરીબની, પારખી શું સમાધિ?
‘આવ્યા’ ભાવ્યા તકલીફ પડી કૈં, બાપલા તો પધારો,
ના આવ્યા ને-કદર બુઝી તો–કેમ કહેવું ‘પધારો’.
‘આવ્યા’ તો છે ઉપકૃત કર્યો બાપુ, છો આંખ માથે,
ના આવ્યા તો નમન કરું છું, પાડથી બેઉ હાથે,
જાણે મારો પ્રભુ તલસું છું, સ્નેહની ઊર્મિ માટે,
‘કિન્તુ ક્યાં છે?’ હૃદય અતિથિ-કેટલી જોવી વાટે?
(mandakranta)
maran dwaro prtiprhar chhe, sarwne kaj khullan,
dhanyossmi ha! punit paglan tyan paDe kyanthi bhulan;
danan dilo muj khabar le, na wadhawun hun dulan,
mahemano e manbhar mithan kaljaye bhulyan!
khullun marun sadan sahune kaj chhe banyu! hoke,
“chho ke?” kahetan swajan bantan, kon e sad toke?
‘awyan’ e sahu swajan sam chhe, sarwada aankh mathe,
bholandolan prbhupriy sahu gunjashun goshti sathe,
premormine winimay thato swapn jewo prsang,
lhanan mithan lalit urnan, – dhanya e sangrang
***
kintu marun ur kahi rahyun, bandhu! chhe anya wat,
bhai, maran kathin wachno sankhje wajrapat
a srishtiman ur ur tano kai di’ mel khato?
tali maitri ‘hihihi huDDahu’ sneh eman samato!
ragadweshi chhalbal waDe nachtan putlano
betha uthyan! thai ya shun gayun, e malyan na malyan to!
jihwagre chhe madhu lalaktan, hardni manhi dansh,
patro kyan chhe amrit jhiltan wishwno prem ansh!
tethi marun dil kahi rahyun, bhai re! nagn satya,
polan ‘chho ke?’ mukh marakDan, dambhnan e apatya,
awya to shun, nahi ja pharakya, to ya shun Dol ghalun,
kalun kalun patu atapatun, snehanun shun bakalun?!
maran dwaro gahan manni shanti shan bandh mook,
maran dwaro philsuphi tanan kawyni bhawya took!
maran dware prabal uchhle maunnan atthasya,
maran dware, smit lahri wa! dhanya pragya niwas
kintu ko di padraw sunun bandhu hun dwar mare,
kampari kani, nibhrit urman chhutti bhai! tyare,
re re tyare phaDphaD karun khali kain phor osht,
ke shun mare karwi paDshe, shun karun wyarth geasht?!
***
mare dware param sukhi hun, sarwada eklo chhun,
mara sanghe kawi philsupho, eklo to bhalo chhun,
mithi urmi, lalit urni, tarkni bhawya shreni,
swapno charu wiral wahti teni dware triweni
lherawe shun nikat wasti gyanni pustikao
gyan mani, wiral urna chhe anera ja raho,
hun to mare man nripati chhun, gyanshringe wirajyo,
mare tyare jagni paDi shun, poorn hun gyan dajhyo
betho lherun jigar jharukhe gyankeri atari,
swapno jewi, lalit urman, sanghri kilari
***
maran dwaro, swajan bantan, aptan dhanyman,
aghan rahetan, ur saritnan Doltan to na gan,
awe teno jarur ghaDi hun, paDthi prem manun,
na awyanun muj garibanun janun hun laD chhanun!
awya to hun kyam kahi shakun chonti aa to upadhi,
na aawya to muj garibni, parkhi shun samadhi?
‘awya’ bhawya takliph paDi kain, bapla to padharo,
na aawya ne kadar bujhi to–kem kahewun ‘padharo’
‘awya’ to chhe upkrit karyo bapu, chho aankh mathe,
na aawya to naman karun chhun, paDthi beu hathe,
jane maro prabhu talasun chhun, snehni urmi mate,
‘kintu kyan chhe?’ hriday atithi ketli jowi wate?

સ્રોત
- પુસ્તક : સ્વપ્નવસન્ત (પૃષ્ઠ ક્રમાંક 29)
- સર્જક : કુસુમાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1963