વનોનાં વૃક્ષોને તરુણ વયમાં છેદ કરતાં
જશે તે રૂઝાઈ, ત્વચ નવ ફરી વાર ધરતાં,
જનોમાંએ તેવા જડ હૃદયમાં તેમ બનતું,
થતાં થોડી વેળા, ક્ષતરહિત પાછું થઈ જતું!
મને બીજાઓનાં નથી વચનની લેશ પરવા,
સદા ચિંતા જેવી અભિમુખ રહું વૃત્તિ હરવા;
વહું સ્વેચ્છાચારે જગત ભણી દૃષ્ટિ જ ન લહું,
બધે એવો તોયે પ્રિયજન સમીપે શિશુ રહું!
નહીં તેના શબ્દો કઠિન કદિયે થાય સહન,
જરા તેને શંકા મન મહિં કરે દુ:ખ ગહન;
વિપત્તિમાં ક્યારે પણ નયન જે કૈં ન ડરતાં,
કહે થોડું તે, ત્યાં તરત જલ એ પૂર્ણ ભરતાં!
જનેતા! ને ભ્રાતા! પ્રિયતમ સખા! ને પ્રિયતમા!
જણાવું છું, મારે તમ વગર કોની નથી તમા;
નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો,
તમારી પાસે તો કુસુમ સરખો કાન્ત ગણજો!
(ર૮-પ-૯૦ પહેલાં)
wanonan wrikshone tarun wayman chhed kartan
jashe te rujhai, twach naw phari war dhartan,
janomane tewa jaD hridayman tem banatun,
thatan thoDi wela, kshatarhit pachhun thai jatun!
mane bijaonan nathi wachanni lesh parwa,
sada chinta jewi abhimukh rahun writti harwa;
wahun swechchhachare jagat bhani drishti ja na lahun,
badhe ewo toye priyjan samipe shishu rahun!
nahin tena shabdo kathin kadiye thay sahn,
jara tene shanka man mahin kare duhakh gahan;
wipattiman kyare pan nayan je kain na Dartan,
kahe thoDun te, tyan tarat jal e poorn bhartan!
janeta! ne bhrata! priytam sakha!ne priyatma!
janawun chhun, mare tam wagar koni nathi tama;
nahin lekhun kani sakrun raho swalp pan jo,
tamari pase to kusum sarkho kant ganjo!
(ra8 pa 90 pahelan)

સ્રોત
- પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : વિનોદ અધ્વર્યુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2000