રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવ્યજન કરતી ઠંડી મીઠી જરા લહરાઈને
સ્વજન-કરશી અંગે અંગે હવા સ્પરશી વહે.
સધન ઢળતી વૃક્ષચ્છાયા અતીવ પ્રલંબિની,
સરિતજળમાં કંપી કંપી વિલુપ્ત થતી જતી.
સરપ સળકે, મત્સ્યો કૂદે, હુલે જલકાચબો,
જલચરતણી સૃષ્ટિ ગૂઢાં રહસ્ય થકી ભરી.
કુસુમદલને છેલ્લું ચૂમી, ટીપું મધનું લઈ,
અમરતભરી ગીતારીશી ગુંજે મધુમખ્ખિકા.
ઘર ગમ જતી ખેડુકન્યા ખિજાવત કોકિલા,
સ્વરહલકની સામાસામી બજે શરણાઈઓ.
ઉરપડળનાં એકાન્તોમાં છૂપા અભિલાખશાં
વિજન પથમાં બોલી ઊઠે અહો તમરાં કશાં!
અણુઅણુ લહે તૃપ્તિ, શાંતિ, સુધામય સ્પર્શથી,
મલયમધુરી સંધ્યા આવી ફરી ફરી ના ઢળે.
ક્ષણ અરધમાં શોભા કિન્તુ જતી ઊપટી અને
નગરરચના ગાંધર્વી સૌ અલોપ થતી જતી.
સમ સમ થતી સીમાઓના અહા સૂનકારમાં,
અરવ ગરજે અંધારાંનો અફાટ સમુદ્ર શો!
નજર ચડતું ચારે કોરે હવે નવ કોઈયે,
તિમિરજલમાં એકાકી હું સરું જલદીપ શો!
(૧ર-૩-૪૪)
wyajan karti thanDi mithi jara lahraine
swajan karshi ange ange hawa sparshi wahe
sadhan Dhalti wrikshachchhaya atiw prlambini,
saritajalman kampi kampi wilupt thati jati
sarap salke, matsyo kude, hule jalkachbo,
jalacharatni srishti guDhan rahasya thaki bhari
kusumadalne chhellun chumi, tipun madhanun lai,
amaratabhri gitarishi gunje madhumakhkhika
ghar gam jati kheDukanya khijawat kokila,
swarahalakni samasami baje sharnaio
urapaDalnan ekantoman chhupa abhilakhshan
wijan pathman boli uthe aho tamran kashan!
anuanu lahe tripti, shanti, sudhamay sparshthi,
malayamadhuri sandhya aawi phari phari na Dhale
kshan aradhman shobha kintu jati upti ane
nagararachna gandharwi sau alop thati jati
sam sam thati simaona aha sunkarman,
araw garje andharanno aphat samudr sho!
najar chaDatun chare kore hwe naw koiye,
timirajalman ekaki hun sarun jaldip sho!
(1ra 3 44)

સ્રોત
- પુસ્તક : પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 14)
- સર્જક : બાલમુકુન્દ દવે
- પ્રકાશક : વોરા એન્ડ કંપની
- વર્ષ : 1991
- આવૃત્તિ : પુનર્મુદ્રણ