રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ,
ને શ્રાવણી જલનું વર્ષણ તે ય કલાન્ત,
ફોરાં ઝરે દ્રુમથી રહૈ રહી એક એક.
જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન,
તેવું જ મારું સહજે ઉર સ્પંદમાન.
ભારો ઉતારી શિરથી પથને વિસામે
નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.
આસીન કોઈ, વળી કોઈ વિષણ્ણ કામે
સૂતેલ, નેત્રમહીં મૌન હતું અપાર.
આંહીં કશો જલધિ બે ભરતીની મધ્ય
કંઠાર છોડી બનિયો નિજમાં નિમગ્ન!
કર્તવ્ય કોઇ અવશેષમહીં રહ્યું ના
તેવું નચિંત મન મારું ન હર્ષ શોક;
ના સ્વપ્ન કોઈ હતું નેણ મહીં વસ્યું, વા
વીતેલ તેની સ્મૃતિનો પણ ડંખ કોક.
મારે ગમા અણગમાશું હતું કશું ના,
ઘોંઘાટહીન પણ ઘાટ હતા ન સૂના.
મેં સ્હેલવા મન કરી લીધ વન્ય પંથ,
ભીનો બધો, ક્યહીંક પંકિલ, ક્યાંક છાયો
દુર્વાથી, બેઉ ગમ વાડ થકી દબાયો,
ઝિલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિ રંગ.
લાગી'તી વેલતણી નીલમવર્ણ ઝૂલ,
કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.
પાણી ભરેલ કંઈ ખેતરમાં જવારા
તેજસ્વી અંગ પર શૈશવની કુમાશે
સોહંત, ઊંચી ધરણી પર ત્યાં જ પાસે
ડૂંડે કુણાં હસતી બાજરી ચિત્તહારા;
ઊડે હુલાસમય ખંજન, કીર, લેલાં,
ટ્હૌકે કદી નીરવતામહીં મોર ઘેલા.
ત્યાં પંકમાંહીક મહિષીધણ સુસ્ત બેઠું
દાદૂર જેની પીઠપે રમતમાં નિરાંતે
ને સ્વર્ણને ફૂલ શું બાવળ હોય આ તે?
મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું!
વૈશાખનો ગુલમહોર ઘડી ભુલાય
ત્યાં શી વસંતરત શાલ્મલીની સ્પૃહાય!
ઊડાણને ગહન વ્યોમ તણાં ઝીલંત
નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ;
ને શંભુનું સદન ત્યાં યુગથી અનંત
અશ્વત્થની નજીક સોહત ધ્યાનમગ્ન.
એનું કશું શિખરશીર્ષ સલીલશ્યામ!
જેની લટોની મહીં જાહ્નવીનો વિરામ.
ખીલેલ પ્રાંગણ મહીં ફૂલ ધંતૂરાનાં
પીળાં કરેણ પણ, ભીતર બિલ્વપુંજે
છાયેલ લિંગ જલધારથી સિક્ત, છાનાં
તેજે ત્યહીં તિમિર ઘુંમટનાં ઝળુંબે.
ઘંટારવે યદ્યપિ ના રણકાર કીધો,
ને તો ય રે અમલ ગુંજનનો શું પીધો!
ટેકો દઈ ઋષભ-નંદિની પાસ બેસું
કેવી હવા હલમલે મુજ પક્ષરોમે!
હું માનસી જલ હિમોજ્જવલ શ્વેત પેખું
ને ચંદ્રમૌલિ તણી કૌમુદી નીલ વ્યોમે
કૈલાસનાં પુનિત દર્શન! ધન્ય પર્વ!
ના સ્વપ્ન જાગૃતિ, તુરીય ન, તો ય સર્વ.
madhyahnni alas wel hati prshant
dhire dhire lasti gokalgay jem,
ne shrawni jalanun warshan te ya kalant,
phoran jhare drumthi rahai rahi ek ek
jewun wilambit laye mridu mand gan,
tewun ja marun sahje ur spandman
bharo utari shirthi pathne wisame
nanerun gam shramthi wiramyun lagar
asin koi, wali koi wishann kame
sutel, netramhin maun hatun apar
anhin kasho jaldhi be bhartini madhya
kanthar chhoDi baniyo nijman nimagn!
kartawya koi awsheshamhin rahyun na
tewun nachint man marun na harsh shok;
na swapn koi hatun nen mahin wasyun, wa
witel teni smritino pan Dankh kok
mare gama anagmashun hatun kashun na,
ghonghathin pan ghat hata na suna
mein shelwa man kari leedh wanya panth,
bhino badho, kyheenk pankil, kyank chhayo
durwathi, beu gam waD thaki dabayo,
jhilay tem jhilto sahu srishti rang
lagiti welatni nilamwarn jhool,
kankasini pan prasun waDe praphull
pani bharel kani khetarman jawara
tejaswi ang par shaishawni kumashe
sohant, unchi dharni par tyan ja pase
DunDe kunan hasti bajri chitthara;
uDe hulasmay khanjan, keer, lelan,
thauke kadi nirawtamhin mor ghela
tyan pankmanhik mahishidhan sust bethun
dadur jeni pithpe ramatman nirante
ne swarnne phool shun bawal hoy aa te?
mein kantke wiral bandhur roop dithun!
waishakhno gulamhor ghaDi bhulay
tyan shi wasantrat shalmlini sprihay!
uDanne gahan wyom tanan jhilant
nanun talaw nijman paritript pragya;
ne shambhunun sadan tyan yugthi anant
ashwatthni najik sohat dhyanamagn
enun kashun shikharshirsh salilashyam!
jeni latoni mahin jahnwino wiram
khilel prangan mahin phool dhanturanan
pilan karen pan, bhitar bilwpunje
chhayel ling jaldharthi sikt, chhanan
teje tyheen timir ghunmatnan jhalumbe
ghantarwe yadyapi na rankar kidho,
ne to ya re amal gunjanno shun pidho!
teko dai rishabh nandini pas besun
kewi hawa halamle muj pakshrome!
hun manasi jal himojjwal shwet pekhun
ne chandrmauli tani kaumudi neel wyome
kailasnan punit darshan! dhanya parw!
na swapn jagriti, turiy na, to ya sarw
madhyahnni alas wel hati prshant
dhire dhire lasti gokalgay jem,
ne shrawni jalanun warshan te ya kalant,
phoran jhare drumthi rahai rahi ek ek
jewun wilambit laye mridu mand gan,
tewun ja marun sahje ur spandman
bharo utari shirthi pathne wisame
nanerun gam shramthi wiramyun lagar
asin koi, wali koi wishann kame
sutel, netramhin maun hatun apar
anhin kasho jaldhi be bhartini madhya
kanthar chhoDi baniyo nijman nimagn!
kartawya koi awsheshamhin rahyun na
tewun nachint man marun na harsh shok;
na swapn koi hatun nen mahin wasyun, wa
witel teni smritino pan Dankh kok
mare gama anagmashun hatun kashun na,
ghonghathin pan ghat hata na suna
mein shelwa man kari leedh wanya panth,
bhino badho, kyheenk pankil, kyank chhayo
durwathi, beu gam waD thaki dabayo,
jhilay tem jhilto sahu srishti rang
lagiti welatni nilamwarn jhool,
kankasini pan prasun waDe praphull
pani bharel kani khetarman jawara
tejaswi ang par shaishawni kumashe
sohant, unchi dharni par tyan ja pase
DunDe kunan hasti bajri chitthara;
uDe hulasmay khanjan, keer, lelan,
thauke kadi nirawtamhin mor ghela
tyan pankmanhik mahishidhan sust bethun
dadur jeni pithpe ramatman nirante
ne swarnne phool shun bawal hoy aa te?
mein kantke wiral bandhur roop dithun!
waishakhno gulamhor ghaDi bhulay
tyan shi wasantrat shalmlini sprihay!
uDanne gahan wyom tanan jhilant
nanun talaw nijman paritript pragya;
ne shambhunun sadan tyan yugthi anant
ashwatthni najik sohat dhyanamagn
enun kashun shikharshirsh salilashyam!
jeni latoni mahin jahnwino wiram
khilel prangan mahin phool dhanturanan
pilan karen pan, bhitar bilwpunje
chhayel ling jaldharthi sikt, chhanan
teje tyheen timir ghunmatnan jhalumbe
ghantarwe yadyapi na rankar kidho,
ne to ya re amal gunjanno shun pidho!
teko dai rishabh nandini pas besun
kewi hawa halamle muj pakshrome!
hun manasi jal himojjwal shwet pekhun
ne chandrmauli tani kaumudi neel wyome
kailasnan punit darshan! dhanya parw!
na swapn jagriti, turiy na, to ya sarw
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 165)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004