sheline - Metrical Poem | RekhtaGujarati

તેં પર્વતીય પ્રકૃતિ નીરખી, અનેક -

રંગી દીઠી ગગનશોભન વાદળીઓ,

મૃત્યુ સમો નિરવધિ જલરાશિ, ચંદા

ફિક્કી વળી સરતી વાદળમાં, દીઠાં તે.

સ્વાતંત્ર્યમાં મનુકુલોની બધીય સિદ્ધિ

છે; જોઈ એ, સમર તેં સહુના વધાવ્યા

જે અર્પતા જીવન, માનવતાની બેડી

તોડી, ફગાવી મથતા નવભાવનાર્થે.

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
  • વર્ષ : 1959