te ramya ratre - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તે રમ્ય રાત્રે

te ramya ratre

સુન્દરમ્ સુન્દરમ્
તે રમ્ય રાત્રે
સુન્દરમ્

તે રમ્ય રાત્રે

ને રાત્રિથી યે રમણીય ગાત્રે

ઊભી હતી તું ઢળતી લતા સમી

ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી?

કયાં ચૂમવી? નિર્ણય ના થઈ શકયો.

ને આવડી ઉત્તમ કામ્ય કાયા

આલિંગવાને સરજાઇ, માની

શકયું હૈયું. જડ થીજી ગયું

હૈમ સૌન્દર્યતણા પ્રવાહમાં. ૧૦

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં

ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી

મનોજ કેરા શર શો, સુતન્વી

કાયાકમાને ચડી, વીંધવાને

ધસંત ભાળ્યોઃ ‘નથી રે જવાનું.’

હલી શકયો કે ચલી શકયો હું,

નજીક કે દૂર જઈ શકયો હું.

મૂકતા-સાગરમાં વિમૂઢતા-

તણા અટૂલા ખડકે છિતાયલા

કો નાવભાંગ્યા જનને ઉગારવા

આવંત હોડી સમ તું સરી રહી. ર૦

સ્રોત

  • પુસ્તક : વસુધા (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1939