રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો૧
જગ! ગજવજે ઘોર ગીતડાં;
ઘડી નચવજે કાન્ત ચિતડાં:
નમેરી છાયાનો વિકટ તુજ ઘેરો ઘટ થશે,
તથાપિ જ્યોત્સ્નાના મણિમય પ્રીતિપન્થ દીપશે.
ર
ભલે પ્રિયે! તો અનિલે ઘૂમે, અને
ઘેરી સખી! વાદળિયા વીંટે ત્હને;
કઠોરના માનવ દૃષ્ટિ નાંખશે,
સૌન્દર્યરેખા પ્રણયાર્દ્ર ઝાંખશે.
૩
ચુમ્બે પેલા શ્યામ સિન્ધુતરંગો
આછા જેવા પાતળા મેઘરંગો;
બ્રહ્માંડો એ સન્ધિકામાં રમે છે;
વ્હાલી! એવી તુજ રસવ્રુતિ પ્રેમમાં આથમે છે.
૪
ભલે પ્રિય! તે। ઘડી સૌમ્ય ઝાંખશુ,
રસેન્દુનું અન્તર સ્થાન રાખશું;
બતાવજે ઉજ્વળ પાટ પાથરી
પ્રાણેશ્વરી! સેંથી તું દિવ્યતાભરી.
પ
આછા પેલા શ્યામ અબ્ધિતરંગો
વ્હાલી! ત્હારી મૂર્તિ જો! મેઘ રંગે;
વિશ્વાન્તર્માં ગીત શાં ઘોર ગાજે!
વ્હાલી! ત્ય્હાં કે પ્રણયરસીલી આત્મજ્યોતિ વિરાજે.
૬
જગત! ગીત ત્હારાં ગજવજે:
કદિ વિમલ આત્મા લજવજેઃ
ઊંડાં અન્ધારાંનો વિકટ ઘટ ઘેરોય મટશે,
ચળાતી જ્યોત્સ્નાનો મણિમય પ્રીતિપન્થ દીપશે.
1
jag! gajawje ghor gitDan;
ghaDi nachawje kant chitDanh
nameri chhayano wikat tuj ghero ghat thashe,
tathapi jyotsnana manimay pritipanth dipshe
ra
bhale priye! to anile ghume, ane
gheri sakhi! wadaliya winte thne;
kathorna manaw drishti nankhshe,
saundaryrekha pranyardr jhankhshe
3
chumbe pela shyam sindhutrango
achha jewa patala meghrango;
brahmanDo e sandhikaman rame chhe;
whali! ewi tuj rasawruti premman athme chhe
4
bhale priy! te ghaDi saumya jhankhashu,
rasendunun antar sthan rakhshun;
batawje ujwal pat pathari
praneshwri! senthi tun diwytabhri
pa
achha pela shyam abdhitrango
whali! thari murti jo! megh range;
wishwantarman geet shan ghor gaje!
whali! tyhan ke pranayarsili atmajyoti wiraje
6
jagat! geet tharan gajawjeh
kadi wimal aatma lajawjeः
unDan andharanno wikat ghat gheroy matshe,
chalati jyotsnano manimay pritipanth dipshe
1
jag! gajawje ghor gitDan;
ghaDi nachawje kant chitDanh
nameri chhayano wikat tuj ghero ghat thashe,
tathapi jyotsnana manimay pritipanth dipshe
ra
bhale priye! to anile ghume, ane
gheri sakhi! wadaliya winte thne;
kathorna manaw drishti nankhshe,
saundaryrekha pranyardr jhankhshe
3
chumbe pela shyam sindhutrango
achha jewa patala meghrango;
brahmanDo e sandhikaman rame chhe;
whali! ewi tuj rasawruti premman athme chhe
4
bhale priy! te ghaDi saumya jhankhashu,
rasendunun antar sthan rakhshun;
batawje ujwal pat pathari
praneshwri! senthi tun diwytabhri
pa
achha pela shyam abdhitrango
whali! thari murti jo! megh range;
wishwantarman geet shan ghor gaje!
whali! tyhan ke pranayarsili atmajyoti wiraje
6
jagat! geet tharan gajawjeh
kadi wimal aatma lajawjeः
unDan andharanno wikat ghat gheroy matshe,
chalati jyotsnano manimay pritipanth dipshe
સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 197)
- સંપાદક : ધીરુભાઈ ઠાકર, વ્રજલાલ દવે
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1980