mane akarshyo chhe - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મને આકર્ષ્યો છે

mane akarshyo chhe

સુન્દરમ્ સુન્દરમ્
મને આકર્ષ્યો છે
સુન્દરમ્

મને આકર્ષ્યો છે સતત ગરવાં પયધરે

અષાઢ જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે

ખિલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.

નથી લાધ્યો યાવત્ ગહનતર કે શાશ્વત રસ,

ધરાઅંકે તાવત્ લઘુ મનુજ અર્થે અવર

રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્ત્રવન,

પ્રફુલ્ભાવે એનો પડતર લુખો જીવનપટ.

(ઓગસ્ટ,૧૯૪પ)

સ્રોત

  • પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1951