shherni ghaDio gantan - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શ્હેરની ઘડીઓ ગણતાં

shherni ghaDio gantan

હસમુખ પાઠક હસમુખ પાઠક
શ્હેરની ઘડીઓ ગણતાં
હસમુખ પાઠક

કેવું પરોઢ ઊઘડે (શિશુનું બગાસું!)

શ્હેરનું; લથડિયાં ભરતા જતા સૌ

(શું રાતપાળી કરતા મજદૂર?) તારા;

ને સૂર્ય લાલ તીરછી નજરે નિહાળે

હોટેલ લાઈટ્સ હજીયે ભભકી રહેલી.

કેવી બપેાર (ઘરડી પણ વાંઝણી સ્ત્રી)

ચીસો વડે સમૂહને સળગાવી દેતી;

ચારે દિશા તરફથી પવનોય શુષ્ક

બેડોળ વ્યંડળ તણા હિહિકાર દેતા.

ને સાંજ (લિપ્સ્ટિક વડે શણગારી ઓષ્ટ)

ચૂમી રહી સડકને, ગલીકૂંચીઓને;

જાઝી મ્યુઝિક પર સૌ મર્ક્યુરી લૅમ્પ્સ

નાચી રહ્યા; ગટરમાં ઠલવાય તેજ.

રાત્રિમાં ભમી રહેલ અનાથ સ્વપ્નો

(ભૂલાં પડ્યાં શિશુ) ઘડી, રડી, જંપી જાતાં.

(૧૯પ૪)

સ્રોત

  • પુસ્તક : સાયુજ્ય (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : હસમુખ પાઠક
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1972