રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસ્ત્રી : ચૂપ હો, એ પઘારે છે,
એના મહિષનો દૂર
ઘૂઘરો રણકે જેનો ઓરો ઓરો પડે ધ્વનિ.
દૃષ્ટિની સીમની પેલી પારનાં, અંતરિક્ષનાં
ભેદીને ગહનો આવે, ઓળંગી અદ્રિઓ ઊંચા
વાંકા છે માર્ગ ને પેલાં આંહીંત્યાં ચંડ રોધનો
પડ્યાં છે તો ય રે એની ગતિ શી?
એક ફાળમાં–
વીંધીને શત જોજન
આજ તો એ પધારે છે.
ઘેરાં અંધારાં કૃષ્ણ રાત્રિનાં
વ્યાપ્યાં છે, વર્ણ છે એનો શ્યામ, તો યે ક્ષણેક્ષણે
હાલતી આ હવામાંહી ઓળો સ્પષ્ટ થતો લહું.
લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભૂરેખ ઢાંકતો,
લોચનો પ્રેમીનાં જાણે ઝગે છે શુક્રની જયમ.
અજાણ્યા સુખનો કેવો
અંગે રોમાંચ વ્યાપતો!
આજ તો જિંદગી કેરું ધન્ય હોશે સમર્પણ!
પ્રાણની કામના કેરું શૂન્ય માંહી વિસર્જન!
આવી માંગલ્યની ઘડી.
પરિચારિકા!
કંકુની કોરના પીળા પાનેતર થકી મને
સજો, ને સર્વ સિંગારે સોહાવો ક્ષણ લગ્નની
દીપને પ્રગટાવી, જો, મૂકો પેલા ખૂણામહીં,
ગતિ ના વાયુની જેને અંધારું અડકે બસ.
અરે ઓ પરિચારિકા
પરિચારિકા : જી!
સ્ત્રી: આવે...
પરિચારિકા: મા; બોલશો નહિ....
સ્ત્રી: આવે છે....
આવે હે હર્ષવર્ધન!
અનિમેષ દૃગો તારી કરે છે સ્નેહવર્ષણ.
અંગની આગ, સંતાપો ચિત્તના સર્વ શામતાં,
ન્હાઉં છું જમના કેરાં જલે હું હૈમ શીતલ.
હવે ના દૂર, ઝૂરું હું તારાં આલિંગનો મહીં
ખેલવા, શમવા....
કિંતુ શાને રે શ્વાન આ રડી
રોકે છે માર્ગને મારા?
ખમ્મા ખમ્મા ય એહને....
આજની યામિની કોટિ તારલાથી ઝળાંઝળાં,
ચંદ્રનાં રશ્મિથી એને ઝાંખપો લાગતી નથી.
ઊંચેરાં વ્યોમની નીચે ઉર્વીને શાંત આંગણે
મળીને બેઉ આપણે
રમીશું....
નૃત્ય શેષાભિસારનું
મૃદંગે બોલ વાજતાં
મંદમંદ રવે વ્યાપે ગ્રહોનું વૃંદવાદન
હવાનું શાંત હૈયું શું ઝંકૃતિથી હલી રહ્યું!
અધીરાં અંગમાં મારાં, તાલનાં શત સ્પંદનો
જાગે છે, પ્રિય હે! ચાલો.....
પહેલું સ્વજન : અહો શી પગલી!
જાણે ભૂમિને સ્પર્શતી નથી.
કંપતાં અંગઅંગો શાં!
કશું શૈથિલ્ય! તો ય રે
અંગૂઠે પગના કેવી દોલતી કાય રૈ' ટકી!
જાણે કે હમણાં, આ..........
પર્ણ કો પીપળા કેરું વૃન્તમાંથી જશે ખરી.
ખર્યું જાણે ખર્યું.....
બીજું સ્વજન : ના; ના,
ગતિ શી ચપલા જેવી
દૃષ્ટિ કેરી નિમેષમાં
દિશાઓ ચમકાવીને લુપ્ત થૈ જાય સ્હેજમાં!
રેખાશી કાયમાં જાણે કોઈ શક્તિ અતીન્દ્રિય....
તત્ત્વને આશ્રયે જાણે, પ્રકૃતિ રમણે ચડી!
મત્ત છે, ના કશાના યે માને છે અંતરાયને
સર્વને મ્હાત દૈ કરી
ઝંઝાના જોમથી આ શી જિંદગી નર્તતી ફરી
કિંતુ ત્યાં ઢળતી....પાછી ઢળે છે.....
રે ગઈ ઢળી.
ત્રીજું સ્વજન : ગાન થંભી ગયું, વ્યાપ્યું મૌન,
કારુણ્ય અંતનું!
મૃત્યુ-પ્રિયે!
ધીરે ફરી જાગે શૂન્યમાંથી સ્વરો મૃદુ,
ઉઠો, આલંબને ધારી અંગુલિ માહરી ઊઠો.
રાત્રિના શેષ ભાગે જો, અંધારું થાય શીતલ;
તોડીની ગતમાં ગાતું વેદના કો સુકોમલ.
જ્યોતમાંથી ઊઠે જેવી ઘ્રૂમલેખા.......
પહેલું સ્વજન : થીજેલું જલ પીગળી
વહે તેવી રીતે પાછી જાગ્રતિ આવતી જતી.
કાય શી હાલતી! ઊંચી થતી! શા સ્પર્શથી ઋજુ!
કોનાં આલિંગને જાણે પીએ છે પ્રેમનું મધુ!
બીજું સ્વજન : કોનાં તે નેત્રની સાથે સંધાયે નેત્રની પ્રભા!
હાલતા હોઠ જાણે કે ઉચ્ચાર છે ‘સ્વધા, સ્વધા!’
મૃત્યુ : આપણે ત્યાં જવું જ્યાં છે વાયુકેરી ગતિક નહિ.
બોજ હ્યાં સર્વ દ્યો મૂકી.
અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું.
સ્ત્રી : મારા શેષાભિસારની-
ધન્યવેળા સુમંગલ...
કોનું રે ડૂસકું ત્યારે?...
મૃત્યુ : -સ્પર્શનું વસ્ત્ર હો પરું,
વાણી ના, શ્રુતિ ના, દૃષ્ટિ કેરાં યે દર્શનો નહિ,
સ્મૃતિ ના, તુજને વ્હાલો પ્રાણ તે યે નહીં નહીં.
તું ને હું.....
પહેલું સ્વજન : હોલાતા દીપની છેલ્લી જલી રૈ’ દિવ્ય કાંતિ આ...
સર્વસ્વજનો : શાન્તિ હો ગતને,
પૂંઠે રિક્તને શાન્તિ શાન્તિ હો...
stri ha choop ho, e paghare chhe,
ena mahishno door
ghughro ranke jeno oro oro paDe dhwani
drishtini simni peli parnan, antrikshnan
bhedine gahno aawe, olangi adrio uncha
wanka chhe marg ne pelan anhintyan chanD rodhno
paDyan chhe to ya re eni gati shee?
ek phalman–
windhine shat jojan
aj to e padhare chhe
gheran andharan krishn ratrinan
wyapyan chhe, warn chhe eno shyam, to ye kshnekshne
halati aa hawamanhi olo aspasht thato lahun
lherato anchlo ene oDhyo bhurekh Dhankto,
lochno preminan jane jhage chhe shukrni jayam
ajanya sukhno kewo
ange romanch wyapto!
aj to jindgi kerun dhanya hoshe samarpan!
pranni kamna kerun shunya manhi wisarjan!
awi mangalyni ghaDi
paricharika!
kankuni korana pila panetar thaki mane
sajo, ne sarw singare sohawo kshan lagnni
dipne pragtawi, jo, muko pela khunamhin,
gati na wayuni jene andharun aDke bas
are o paricharika
paricharika ha jee!
streeh aawe
paricharikah ma; bolsho nahi
streeh aawe chhe
awe he harshwardhan!
animesh drigo tari kare chhe snehwarshan
angni aag, santapo chittana sarw shamtan,
nhaun chhun jamna keran jale hun haim shital
hwe na door, jhurun hun taran alingno mahin
khelwa, shamwa
kintu shane re shwan aa raDi
roke chhe margne mara?
khamma khamma ya ehne
ajni yamini koti tarlathi jhalanjhlan,
chandrnan rashmithi ene jhankhpo lagti nathi
uncheran wyomni niche urwine shant angne
maline beu aapne
ramishun
nritya sheshabhisaranun
mridange bol wajtan
mandmand rawe wyape grhonun wrindwadan
hawanun shant haiyun shun jhankritithi hali rahyun!
adhiran angman maran, talnan shat spandno
jage chhe, priy he! chalo
pahelun swajan ha aho shi pagli!
jane bhumine sparshti nathi
kamptan angango shan!
kashun shaithilya! to ya re
anguthe pagna kewi dolti kay rai taki!
jane ke hamnan, aa
parn ko pipala kerun wrintmanthi jashe khari
kharyun jane kharyun
bijun swajan ha na; na,
gati shi chapla jewi
drishti keri nimeshman
dishao chamkawine lupt thai jay shejman!
rekhashi kayman jane koi shakti atindriy
tattwne ashrye jane, prkriti ramne chaDi!
matt chhe, na kashana ye mane chhe antrayne
sarwne mhat dai kari
jhanjhana jomthi aa shi jindgi nartti phari
kintu tyan Dhalti pachhi Dhale chhe
re gai Dhali
trijun swajan ha gan thambhi gayun, wyapyun maun,
karunya antanun!
mrityu priye!
dhire phari jage shunymanthi swro mridu,
utho, alambne dhari anguli mahri utho
ratrina shesh bhage jo, andharun thay shital;
toDini gatman gatun wedna ko sukomal
jyotmanthi uthe jewi ghrumlekha
pahelun swajan ha thijelun jal pigli
wahe tewi rite pachhi jagrati awati jati
kay shi halati! unchi thati! sha sparshthi riju!
konan alingne jane piye chhe premanun madhu!
bijun swajan ha konan te netrni sathe sandhaye netrni prabha!
halta hoth jane ke uchchaar chhe ‘swadha, swadha!’
mrityu ha aapne tyan jawun jyan chhe wayukeri gatik nahi
boj hyan sarw dyo muki
angthi sparshanun tarun reshmi wastra ho parun
stri ha mara sheshabhisarni
dhanywela sumangal
konun re Dusakun tyare?
mrityu ha sparshanun wastra ho parun,
wani na, shruti na, drishti keran ye darshno nahi,
smriti na, tujne whalo pran te ye nahin nahin
tun ne hun
pahelun swajan ha holata dipani chhelli jali rai’ diwya kanti aa
sarwaswajno ha shanti ho gatne,
punthe riktne shanti shanti ho

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 171)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004