ફૉકલૅન્ડ રોડને જોતાં
phauklenD roDne jotan
પ્રિયકાન્ત મણિયાર
Priyakant Maniyar
રે સૂર્યમાં માછલીઓ તરી રહી;
ઉલ્કા કશી આ નભથી ખરી અહીં.
સમુદ્રને નીર સુપ્રાપ્ય શર્કરા!
હેમંતમાં આંહીં વસંતના ઝરા!
શાં પ્રીતિનાં પ્રેત? રહસ્ય ભીતિનાં?
અનંગ! તારી રતિની સ્થિતિ આ!
re suryman machhlio tari rahi;
ulka kashi aa nabhthi khari ahin
samudrne neer suprapya sharkara!
hemantman anhin wasantna jhara!
shan pritinan pret? rahasya bhitinan?
anang! tari ratini sthiti aa!
re suryman machhlio tari rahi;
ulka kashi aa nabhthi khari ahin
samudrne neer suprapya sharkara!
hemantman anhin wasantna jhara!
shan pritinan pret? rahasya bhitinan?
anang! tari ratini sthiti aa!
સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989