watsalnan nayno - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વત્સલનાં નયનો

watsalnan nayno

કાન્ત કાન્ત
વત્સલનાં નયનો
કાન્ત

તિમિરાશયનાં ગહને પડતાં,

સપનાં વિધુરાં નઝરે ચડતાં:

સહું તે, પણ કેમ શકાય સખે! સહી

વત્સલનાં નયનો રડતાં?

નહિ તે કંઈ દોષભર્યાં નયનોઃ

પણ નિર્મલ નેહસરોવર સારસ–

યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસઃ

જખમી દિલનાં શયનો!

(૬-૧-૯૭)

સ્રોત

  • પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000