udgar - Metrical Poem | RekhtaGujarati

ઉદ્ગાર

udgar

કાન્ત કાન્ત
ઉદ્ગાર
કાન્ત

વસ્યો હૈયે તારેઃ

રહ્યો આધારેઃ

પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!

નવા સંબંધોને સમય રસભીનો પણ ગયો!

નહિ તદપિ ઉદ્વેગ મુજનેઃ

નયન નીરખે માત્ર તુજનેઃ

હરે દૃષ્ટિ, વ્હાલી! સદય મૃદુ તારી રુજને!

સદા રે'શે એવી:

સુધાવર્ષા જેવી:

કૃતી માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી:

પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973