રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(શિખરિણી)
ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં,
ઉગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી,
પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદ્તણી,
હસી સૃષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં.
પ્રભો! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઉતર્યા,
નખાગ્રે. દંતાગ્રે, દમન કરિયું, શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યા.
વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ
ભુજાએ ઝૂઝંતુ કુટિલ મનનો આશ્રય લઈ, ૧૦
પ્રભો! આવી આપે નયન જગને અર્પણ કર્યાં,
ભમંતું અંધારે જગત નવ ચક્ષે જગવિયું.
મથ્યા લોકો ખુલ્લાં નયન કરવા બંધ પ્રભુનાં,
પુર્યાં કિલ્લે, મ્હેલે, રમણીભુજને પિંજર વિષે;
વિદાર્યા એ બંધો, નયન ઉઘડ્યાં ચેતનભર્યાં,
ન ઊંઘ્યાં જાગેલાં, મુરછિત દૃગોને જગવિયાં.
ફરી ખૂણે ખૂણે જગત નિરખ્યું નૈત્ર સદયે;
લહ્યું: સૃષ્ટિખાડે ખદબદી રહ્યા કીટ જગના,
જરા વ્યાધિ મૃત્યુ ત્રિવિધ વમળે ડૂબી મરતા,
અને બીજા જીવો ઉપર નભતા જીવ નિરખ્યા. ર૦
ઘુમ્યાં શાંતિ અર્થે વન વન, તપો તીવ્ર તપિયાં,
ન લાધ્યું ઇચ્છેલું, નયન ભમતાં ત્યાં વિરમિયાં;
સર્યાં તે મીંચાઈ નિજ હૃદયને સાગરતલે,
ઠરી આત્માગારે વિરલ લઈ મુક્તા ઉઘડિયાં.
અને આત્મસ્નાને અધિક થઈ ને આર્દ્ર નયનો
ખુલ્યાં ના ખૂલ્યાં ત્યાં પ્રણયરસગંગા અવતરી,
વહી તે ફેલાતી સભર જડ ને ચેતન વિષે,
કૃપાગંગાસ્નાને અવગતિ ટળી જીવ સહુની.
ઉધારી સૃષ્ટિને નયનજલથી, ચક્ષુ પ્રભુએ
શમાવ્યાં; ત્યાં બીજાં નયન જગને અંતર ખુલ્યાં; 30
પછી ઝંઝાવાતો ઉમટી કદી એને મુંઝવતા,
તુફાનો દાબી એ દ્વિગુણ બલથી તે ચમકતાં.
હવે ના મીંચાશો નયન કદિ યે જે ઉઘડિયાં,
દયાની ગંગા આ પરમ તપ અંતે ઉતરી, તે
અખંડા વ્હેતી રહો કઠણ તપના સિંચનથકી,
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.
(સપ્ટેમ્બર,૧૯૩૦)
(shikharini)
bhale ugyan wishwe nayan namnan e prabhutnan,
ugyan ne khilyan tyan kiranakni achheri pragti,
prabha tyan phelai jagat par diwya mudtni,
hasi srishti hase, dal kamalnan phull baniyan
prbho! janme janme kar dhari kani shastr utarya,
nakhagre dantagre, daman kariyun, shabdachhalthi,
sajyun ke kodanD, grhi parshu, chakre chit dharyun,
tame aa janme to nayanras lei awtarya
widhatanan didhan nayan karine bandh jag aa
bhujaye jhujhantu kutil manno ashray lai, 10
prbho! aawi aape nayan jagne arpan karyan,
bhamantun andhare jagat naw chakshe jagawiyun
mathya loko khullan nayan karwa bandh prabhunan,
puryan kille, mhele, ramnibhujne pinjar wishe;
widarya e bandho, nayan ughaDyan chetanbharyan,
na unghyan jagelan, murchhit drigone jagawiyan
phari khune khune jagat nirakhyun naitr sadye;
lahyunh srishtikhaDe khadabdi rahya keet jagna,
jara wyadhi mrityu triwidh wamle Dubi marta,
ane bija jiwo upar nabhta jeew nirakhya ra0
ghumyan shanti arthe wan wan, tapo teewr tapiyan,
na ladhyun ichchhelun, nayan bhamtan tyan wiramiyan;
saryan te minchai nij hridayne sagaratle,
thari atmagare wiral lai mukta ughaDiyan
ane atmasnane adhik thai ne aardr nayno
khulyan na khulyan tyan pranayarasganga awatri,
wahi te phelati sabhar jaD ne chetan wishe,
kripagangasnane awagti tali jeew sahuni
udhari srishtine nayanajalthi, chakshu prbhue
shamawyan; tyan bijan nayan jagne antar khulyan; 30
pachhi jhanjhawato umti kadi ene munjhawta,
tuphano dabi e dwigun balthi te chamaktan
hwe na minchasho nayan kadi ye je ughaDiyan,
dayani ganga aa param tap ante utri, te
akhanDa wheti raho kathan tapna sinchanathki,
waho khanDe khanDe, prati ur waho tapt jagne
(saptembar,1930)

સ્રોત
- પુસ્તક : કાવ્યમંગલા (પૃષ્ઠ ક્રમાંક 14)
- સર્જક : સુન્દરમ્
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1933