ખસો જટિલ ઝાંખરાં કુટિલ કંટકો કાંકરા,
ખસો દૂર તમે ખસો સરલ પંથ મારા કરો,
જલૌઘ ઢગ રેતના, પ્રખર શૈલશિલા તમે,
કરાલમુખ કન્દરો, પ્રગતિપંથમાંથી ખસો.
નિહાળી મુજ અંગઅંગ મૃદુ પાતળાં વામણાં,
તમે પથમહીં ધરી કડક રૉફથી ડારતાં,
અને અડગ આકરાં ગભીર રૌદ્ર બિહામણાં
ધરી સ્વરૂપ કારમાં ડગમગાવતાં દેહને.
પરન્તુ મુજ દેહમાં પ્રબલ આત્મશક્તિ વસી,
ચકાસી તમે જોરને વિજયનિશ્ચયે એ હસી,
‘ભલે વિઘન આવતાં વિઘન શક્તિ સાચી કસે,
કસી, સ્થગિત શક્તિને પરમ તેજ એ અર્પતાં.’
*
રહો જટિલ ઝાંખરાં કુટિલ કંટકો કાંકરા,
રહો સ્થિર રહો તમે સરલ પંથ હું ના ચહું
જલૌઘ ઢગરેતના, પ્રખર શૈલશિલા તમે
કરાલ મુખ કન્દરો, પ્રગતિ પંથમાંહી વસો.
સદૈવ અવરોધજો મુજ વિકાસમાર્ગો તમે,
નમી નમન છેવટે મુજ પરાક્રમે હારજો.
અમિત્ર મુજ ના તમે પરમ મિત્ર મારા ગણું,
તમે જ નિજશક્તિનું વિરલ ભાન આપ્યું મને.
(અંક ૧૬૯)
khaso jatil jhankhran kutil kantko kankra,
khaso door tame khaso saral panth mara karo,
jalaugh Dhag retna, prakhar shailashila tame,
karalmukh kandro, pragatipanthmanthi khaso
nihali muj angang mridu patlan wamnan,
tame pathamhin dhari kaDak rauphthi Dartan,
ane aDag akran gabhir raudr bihamnan
dhari swarup karman Dagamgawtan dehne
parantu muj dehman prabal atmashakti wasi,
chakasi tame jorne wijaynishchye e hasi,
‘bhale wighan awtan wighan shakti sachi kase,
kasi, sthagit shaktine param tej e arptan ’
*
raho jatil jhankhran kutil kantko kankra,
raho sthir raho tame saral panth hun na chahun
jalaugh Dhagretna, prakhar shailashila tame
karal mukh kandro, pragti panthmanhi waso
sadaiw awrodhjo muj wikasmargo tame,
nami naman chhewte muj parakrme harjo
amitr muj na tame param mitr mara ganun,
tame ja nijshaktinun wiral bhan apyun mane
(ank 169)

સ્રોત
- પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 72)
- પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
- વર્ષ : 1991