maranonmukh bodlerne - Metrical Poem | RekhtaGujarati

મરણોન્મુખ બોદલેરને

maranonmukh bodlerne

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
મરણોન્મુખ બોદલેરને
હરિશ્ચંદ્ર ભટ્ટ

તું પૃથ્વીએ વિહરતો નભનો પ્રવાસી!

સંશુદ્ધ કિલ્બિષ પદચ્યુત દેવદૂત!

દુઃખો દમે, સુખ કઠે, અસહાય તોયે

આનંદ-ક્રંદન–વિષાદ-નિમગ્ન યોગી.

આત્માનુતા૫ થકી દેહ ઉજાળતો, ને

ત્વદ્દેહ મીણ સમ બાળી ઉજાળતો તું

આત્મા; અને ઉભયનાં તપનો મહીં તેં

પીધાં વિષો જીવનનાં અમૃતો ગણીને.

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
  • વર્ષ : 1959