makhinun bachchun - Metrical Poem | RekhtaGujarati

માખીનું બચ્ચું

makhinun bachchun

દલપતરામ દલપતરામ
માખીનું બચ્ચું
દલપતરામ

(દોહરા)

માખી બોલી મુખ થકી, પ્યારા બચ્ચા પાસ

જઈ આવું હું જયાં સુધી ઊંડીશ માં આકાશ

ઊકળે છે ઉનામણો, જે તે પાસે જાય

સૂકે ફરતાં ચોટ તો જીવનું જોખમ થાય

એમ કહી તો ગઈ બચ્ચું બુદ્ધિ બાળ

દિલમાં ડહાપણ ડોળવા તે લાગ્યું તત્કાળ

ઘરડાં તો વાતો ઘણી કરે વધારી વહેમ

ઊડી ફરતાં આટલે કહો મરીશ હું કેમ?

એમ કહી ઊડી ગયું પહોંચ્યું પાણી પાસ

અંજાઈ એમાં પડ્યું વળતી થયું વિનાશ

બોલ્યું મરતાં બોલ તે જે ચાલે ચાલ

માને નહીં માબાપનું તો તેના હાલ

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 148)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008