aa ae j manvi? - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ એ જ માનવી?

aa ae j manvi?

દેવશંકર મહેતા દેવશંકર મહેતા
આ એ જ માનવી?
દેવશંકર મહેતા

પ્રાણ, માહરા પ્રચંડ વેગથી ઊઠો, જુઓ,

અનંત આર્તનાદ દિશદિશથી ઊઠે, સૂણો;

માનવી અહીંથી હીર - સત્ત્વ ઊડી ગયું!

હાડ ચામ માળખું અભાવે મૃત્યુના રહ્યું!

માનવી?

માનવી?

ધ્રુજાવતો ધરા, વીરત્વ શૌર્ય હાકથી,

વાયુને મુઝાવતો, ભરીને આભ બાથથી;

માનને મુકાવતો, પ્રતિભા વેરી ભાલથી,

પાથર્યા પ્રકાશ જ્ઞાનના બનીને સારથી.

માનવી?

માનવી?

સમંદરે ચઢી ચઢી અનંત સિદ્ધિ મેળવી,

વનો વિંધી વિંધી અપાર સમૃદ્ધિ સુકેળવી;

ગિરી-સરીતથી વહાવી સંસ્કૃતિ સમુજ્જવલા,

ધરાને ખેડી ખેડીને કરી સુગંધરા–સુમંગલા.

માનવી?

હા, માનવી?

નથી નૂર, લાલી ગાલની, રહી શૂરતા;

રહી છે પાંડુતા, ગતિમાં તાલ ના, છે શુષ્કતા,

શિર ઢળ્યું નીચું, જુલ્મ શું ઊંચું થતું,

ધરીને રક્તા દૌર્બલ્યતા દયાને યાચતું!

મળે ના પેટપૂર રોટી, અંગ કાજ વસ્ત્ર ના,

દૂધ બાલુડાંને કાજ; રક્ષવા છે શસ્ત્ર ના,

ભલે લૂંટાય પત્ની, આંખમાં રહી રક્તિમાં,

ભલે રીબાય માવડી, છે દેહમાંહી શક્તિ ના!

પડે છો લાત, તો વાત કશી કરી શકે!

ગુલામી છે સદી સુંવાળી હાથ શું કરી શકે?

મરી ગયો છે પ્રાણ, હામ હૈયે ના કશી રહી,

નથી માનવી! માનવીની કો નિશાં રહી!

હા, માનવી!

પ્રાણ માહરા પ્રચંડ વેગથી ઊઠો, જુઓ,

આર્તનાદ અનંત દિશદિશનો સૂણો,

માનવી મહીંથી હીર-સત્ત્વ સૌ ઊડી ગયું!

હાડ ચામ માળખું અભાવે મૃત્યુનાં રહ્યું!

માનવી?

હા, માનવી!

સ્રોત

  • પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 86)
  • પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
  • વર્ષ : 1964