રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકવિતાવિચાર
કુમુદ
(કુંડળિયો)
રસિક કવિને જાણવો, ખરો અમર જગમાંહીં,
જેની યશરૂપ કાયને, જરાતણું ભય નાહીં.
જરાતણું ભય નાહીં, નાહીં આધિ ને વ્યાધિ,
અચળ કીર્તિ જગમાંહીં, સકળ થળમાં રહે ગાજી;
કહે કુમુદ કરજોડ, કદી શંકા નવ આણો,
રસિક કવિની કાય, અમર આ જગમાં જાણો.
ચંદ્ર
રસિક કવિ તે કોણ?
કુમુદ
(દોહરો)
કરી શૃંગારી વનતણો, ચંદ્ર હૃદયનો જેહ,
ચિત્ર ખરું આપે વળી, રસિક કવિ તે તેહ.
ચંદ્ર
સ્વભાવગુણ ચીતર્યા જહાં, વિદ્યા ને રીતભાત,
જગલીલા જોસ્સા તહીં, ઉત્તમ કવિતાજાત.
(અથવા)
લાડી લડાઇ લાવીને, કરી કવિતા જો હોય;
તો તો સઘળું શોભતું, રંગ રસ્તે જન જોય.
(માટે)
કુમુદ તું જો કવિતા કરે, દિલદરદ દરશાવ;
ઈશ્વરને નામે અને, વર્ણી જંનસ્વભાવ.
ચંદદિલથી કર કરમ, ધરમ ભગતીસું લાડ;
શરમ મૂકીને મૂક ભરમ, મરમ મંનના કાઢ.
કુમુદ
કવન વિષે દરશાવિયા, આપે યોગ્ય વિચાર;
માનું છું આ અવસરે, હું આભાર અપાર.
પાઠવી કવિતા સર્વ મેં, જેહ લખી હતી જેમ;
ભરમ નથી રાખ્યો કશો, ચંદ ન આણો વહેમ.
ચંદ્ર
પુરુષકવિઓ બહુ દીસે, સ્ત્રીકવિ થોડીએક;
કુમુદ કવિ ક્યારે બને, એ મુજ મરજી નેક.
હું ચાહું છું દિલથી, ઝટ તું સાથી થાય;
પછી તો મરજી તાહરી, ચતુરા ચેતી જાય.
હૈશ કેતકી જાણતો, ચંપા તું દેખાય;
આપે અચ્છો વાસ પણ, પાસ ન ભમરો જાય.
કુમુદ
સ્ત્રીકવિમાં ગણના થવા, મુજ મન મોટી આશ;
ઇશકૃપાથી તેહમાં નહિ જ થાઉં નિરાશ.
ઝટ સાથી કરવાતણી, છે તમ મરજી તોય;
જલદી તે થાવા વિષે, મારી કેમ ન હોય?
kawitawichar
kumud
(kunDaliyo)
rasik kawine janwo, kharo amar jagmanhin,
jeni yashrup kayne, jaratanun bhay nahin
jaratanun bhay nahin, nahin aadhi ne wyadhi,
achal kirti jagmanhin, sakal thalman rahe gaji;
kahe kumud karjoD, kadi shanka naw aano,
rasik kawini kay, amar aa jagman jano
chandr
rasik kawi te kon?
kumud
(dohro)
kari shringari wanatno, chandr hridayno jeh,
chitr kharun aape wali, rasik kawi te teh
chandr
swbhawgun chitarya jahan, widya ne ritbhat,
jaglila jossa tahin, uttam kawitajat
(athwa)
laDi laDai lawine, kari kawita jo hoy;
to to saghalun shobhatun, rang raste jan joy
(mate)
kumud tun jo kawita kare, diladrad darshaw;
ishwarne name ane, warni jannaswbhaw
chandadilthi kar karam, dharam bhagtisun laD;
sharam mukine mook bharam, maram mannna kaDh
kumud
kawan wishe darshawiya, aape yogya wichar;
manun chhun aa awasre, hun abhar apar
pathwi kawita sarw mein, jeh lakhi hati jem;
bharam nathi rakhyo kasho, chand na aano wahem
chandr
purushakawio bahu dise, strikwi thoDiyek;
kumud kawi kyare bane, e muj marji nek
hun chahun chhun dilthi, jhat tun sathi thay;
pachhi to marji tahri, chatura cheti jay
haish ketki janto, champa tun dekhay;
ape achchho was pan, pas na bhamro jay
kumud
strikawiman ganna thawa, muj man moti aash;
ishakripathi tehman nahi ja thaun nirash
jhat sathi karwatni, chhe tam marji toy;
jaldi te thawa wishe, mari kem na hoy?

સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023