abunun suryast darshan - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આબુનું સૂર્યાસ્ત દર્શન

abunun suryast darshan

જયમનગૌરી પાઠકજી જયમનગૌરી પાઠકજી
આબુનું સૂર્યાસ્ત દર્શન
જયમનગૌરી પાઠકજી

પણે પણે જો નવયૌવના એ,

નિહાળતી ગર્વભરી સ્વરૂપને,

ચારે દિશાએ ધરી આયનાને,

વામાંગ ને દક્ષિણ અંગ ભાળે.

ને અંગમરોડ, નૃત્ય પદનાં, લાલિત્યના સ્રોત એ,

ને ભાવ, ભ્રૂભંગ અવનવા, ચાતુર્ય, ઉલ્લાસ એ,

બાલા મદમસ્ત સ્નેહ-સુખમાં આભે અનોખી તરે,

દેખી અંતર તૃપ્ત થાય નહીં કાં? આનન્દ શો ઉદ્ભવે!

અચિન્ત્યું થાય શું લુપ્ત? ચિત્ર ના ચૌવના તણું,

છતાં યૌવન શા એના રંગે ઢંગે સરી જતું!

શું વૃદ્ધ હશે. કંઈ જીવનનો કાપી રહ્યો પંથ ને,

દાતા જ્ઞાનપ્રકાશનો, અનુભવી, સર્વજ્ઞ સંસારનો;

થાતાં જીવનપૂર્ણ શું તરવરે ચિત્રા જુનાં, નેનમાં,

ને ચિત્ર અનેક રૂપ ધરતાં, ને આથમે શૂન્યમાં!

કે ચિત્ર હશે મનુજીવનનું દેખાય નોખા રૂપે,

જૂદાં નેત્ર વિલોકતાં જીવન કો એકાદ જૂદી રીતે,

કોનો આત્મજ, નાથ કો અવરનો, ભ્રાતા, પિતા કોઇનો,

રાજે એકલ વીર એમ જગમાં નાના રૂપે વિસ્તરે.

આબુનો પર્વતે તો,

શરદે સાંધ્યને સમે,

સૂર્યની અસ્ત વેળાએ,

દર્શનો નવલાં સરે.

સ્રોત

  • પુસ્તક : સોણલાં (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : જયમનગૌરી પાઠકજી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1957