રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસૌંદર્યોને તજી વીસરતાં થંભવું એકવાર,
સ્નેહીઓને જગ તજી જતાં ઝંખવું એકવાર;
સંભારીને રૂદન કરવું અન્યને એકવાર-
સંગીતે એ જીવન તજવું હંસને એકવાર. ૧
હશે કો મૃત્યુમાંયે શું વિશ્વસંગીત સ્નેહને?
નહીં તો જીવ રે'સાતાં ગાન તે કેમ નીસરે? ર
પડ્યો એ પંખાળો મરૂભૂમિમહીં માનસરથી,
સુંવાળી કાયાને પ્રિય વિરહની ઝાળ દહતી;
ઢળે ઢીલી ગ્રીવા, શ્રમ-શિથિલ બે પાંખ પસરે,
વળી આંખે ઝાંખી, પણ પ્રણયનાં ચિત્ર ન સરે. ૩
ઉઘાડી ચંચુથી જીવન ઝરતું ગાનમહીં એ,
સુણી થંભે મૃત્યુ, સૂરસરિતને તોડી ન શકે.
અધિકારી જો હો વિહગ-ઉરનાં ગાન ઝીલવાં,
વહી જાશે ડંખે રસ જગતમાં કો અવનવા. ૪
તરે પેલું ઝાંખુ નજર ભરતું દિવ્ય સર જ્યાં,
ગિરિનાં ઉછંગે પ્રભુ પ્રકૃતિ બે સાથ વસતાં;
રહી જ્યાં પોષાયો પુનિત રસથી હંસ મરતાં
ભૂલે ક્યાંથી એવી ઉરવતનની ગાઢ મમતા? પ
દેખતાં પ્રિયભૂમિ એ ફાટતી આંખમાંય રે!
ભૂતકાળ સહુ એને આજ પ્રત્યક્ષ થાય છે. ૬
ઉડે પુણ્યાત્માશા ધવલ અહીં આ હંસ શિખરે,
અને ગાતાં કેંકારવ મધુરથી માનસ ભરે;
તરે સાથે એના અમૃતશીતળાં પુણ્યજળમાં,
સુખે ગાળે દા'ડા પ્રિયસહિત એ રમ્ય સ્થળમાં. ૭
નહિ આહીં કોદી બક ભળી જતા માનસ-સરે,
ન માંસાહારીને ગહન જળનાં મૌક્તિક જરે.
પ્રભુના સંદેશા સમ વિમળ એ મોતીતણી હા!
હવે સાથે ચંચુ ભરી ભરી કદી લ્હાણ પણ ના. ૮
અહીંથી કો જ્યારે જગભ્રમણમાં હંસ સરતો,
પછીથી છો ને ત્યાં જળ તજી દઈ ક્ષીર ધરતો;
છતાંયે એ ટૂંકા વિરહ સમયે સ્નેહી ઉરનીઃ
દશા સંભારે ત્યાં ચિર વિરહીને લ્હાય બળતી. ૯
સ્મરતાં સ્નેહના હંસો, હાય! કંઠ સૂકાય છે,
છતાં ઓ ક્રૂરતા દૈવી! વળી આ શું જણાય છે? ૧૦
ના, ના, બાપુ, નજર કર ના, કેમ વારી શકે ના?
ક્યાંથી વારે જીગર પર જે લોહીથી કોતરેલાં?
શાને કંપે થર થર અરે! કાય ને કંઠ તારો?
મૃત્યુની એ વિરલ ધડીમાં સ્નેહનો દિવ્ય આરો. ૧૧
કુંળી કાયા અધઉઘડીયાં પદ્મશી હંસીની જે,
હંસે લીધી હૃદયહૂંફથી સાથમાં ઉડવાને
ચાંચે ધારી પ્રણય ઝરતી પદ્મદાંડી ઉભેલી,
કંઠે લેટી અરધી કરડે કોણ, ઓ સ્નેહઘેલી! ૧ર
ચંચુ ફાટે, સ્વર ત્રુટી જતો, ગાન એ થાય શાંત,
પ્રેમીની યે દહન અવધિનો હશે ક્યાંય અંતઃ
કૈં કૈં હંસો તણી ફફડતી આખરી હાય લેતી,
પ્રકૃતિની દૃઢ નિયમિતા એમની એમ વ્હેતી. ૧૩
ક્યાં એ માનસના હંસો, ક્યાં મરૂભૂમિ-માનવી!
જોશે, મ્હોશે કદી ગાને, રોશે ના કાળજાં દ્રવી. ૧૪
અશ્રુ-સંગીતની લ્હાણો જગને કેમ ભાવશે?
જીવતાં નહિ જાણ્યું જે, મૃત્યુમાં ક્યમ આવશે? ૧પ
saundaryone taji wisartan thambhawun ekwar,
snehione jag taji jatan jhankhawun ekwar;
sambharine rudan karawun anyne ekwar
sangite e jiwan tajawun hansne ekwar 1
hashe ko mrityumanye shun wishwsangit snehne?
nahin to jeew resatan gan te kem nisre? ra
paDyo e pankhalo marubhumimhin manasarthi,
sunwali kayane priy wirahni jhaal dahti;
Dhale Dhili griwa, shram shithil be pankh pasre,
wali ankhe jhankhi, pan pranaynan chitr na sare 3
ughaDi chanchuthi jiwan jharatun ganamhin e,
suni thambhe mrityu, surasaritne toDi na shake
adhikari jo ho wihag urnan gan jhilwan,
wahi jashe Dankhe ras jagatman ko awanwa 4
tare pelun jhankhu najar bharatun diwya sar jyan,
girinan uchhange prabhu prkriti be sath wastan;
rahi jyan poshayo punit rasthi hans martan
bhule kyanthi ewi urawatanni gaDh mamta? pa
dekhtan priybhumi e phatti ankhmanya re!
bhutakal sahu ene aaj pratyaksh thay chhe 6
uDe punyatmasha dhawal ahin aa hans shikhre,
ane gatan kenkaraw madhurthi manas bhare;
tare sathe ena amritshitlan punyajalman,
sukhe gale daDa priyashit e ramya sthalman 7
nahi ahin kodi bak bhali jata manas sare,
na mansaharine gahan jalnan mauktik jare
prabhuna sandesha sam wimal e motitni ha!
hwe sathe chanchu bhari bhari kadi lhan pan na 8
ahinthi ko jyare jagabhramanman hans sarto,
pachhithi chho ne tyan jal taji dai ksheer dharto;
chhatanye e tunka wirah samye snehi urni
dasha sambhare tyan chir wirhine lhay balti 9
smartan snehna hanso, hay! kanth sukay chhe,
chhatan o krurata daiwi! wali aa shun janay chhe? 10
na, na, bapu, najar kar na, kem wari shake na?
kyanthi ware jigar par je lohithi kotrelan?
shane kampe thar thar are! kay ne kanth taro?
mrityuni e wiral dhaDiman snehno diwya aaro 11
kunli kaya adhaughDiyan padmshi hansini je,
hanse lidhi hridayhumphthi sathman uDwane
chanche dhari prnay jharti padmdanDi ubheli,
kanthe leti ardhi karDe kon, o snehgheli! 1ra
chanchu phate, swar truti jato, gan e thay shant,
premini ye dahan awadhino hashe kyanya ant
kain kain hanso tani phaphaDti akhri hay leti,
prakritini driDh niyamita emni em wheti 13
kyan e manasna hanso, kyan marubhumi manawi!
joshe, mhoshe kadi gane, roshe na kaljan drwi 14
ashru sangitni lhano jagne kem bhawshe?
jiwtan nahi janyun je, mrityuman kyam awshe? 1pa

સ્રોત
- પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2004
- આવૃત્તિ : 2