wilin gat thaw - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિલીન ગત થાવ

wilin gat thaw

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
વિલીન ગત થાવ
હરિશ્ચંદ્ર ભટ્ટ

વિલીન ગત થાવ, ભાવિ! મુજ માર્ગ ખુલ્લો કરો,

હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.

અરે! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,

સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.

રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને

અદ્રષ્ટ અવ દ્રષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.

પ્રભો-નિયતિ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,

હવે નિયતિ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.

(ર૧/ર૩-૯-૪૮)

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1959