રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચાંદો, તારા, તમરાં ચૂપ,
માળે ડૂબી ઘુવડ-ઘૂક,
પાને પાને પોઢી રાત,
તળાવ જંપ્યું કહેતાં વાત.
બાંધી લીલી તરણાં ઝૂલ
ઝૂલતાં લેટ્યાં ફૂલે ફૂલ,
ઠંડો ધીરો વ્હેતો વા
મીઠા કો હૈયાની હા.
ફરતું ફરતું શમણું એક,
આવ્યું વગડે અહીંઆ છેક;
થાકયું પાકયું બોલ્યું ‘રામ!
સૂવા માટે જોઈ એ ઠામ.’
ટ્હૌકી ઊઠી ફૂલ–સુવાસ:
‘આવો, દઉં અંતરમાં વાસ!’
chando, tara, tamran choop,
male Dubi ghuwaD ghook,
pane pane poDhi raat,
talaw jampyun kahetan wat
bandhi lili tarnan jhool
jhultan letyan phule phool,
thanDo dhiro wheto wa
mitha ko haiyani ha
pharatun pharatun shamanun ek,
awyun wagDe ahina chhek;
thakayun pakayun bolyun ‘ram!
suwa mate joi e tham ’
thauki uthi phul–suwasah
‘awo, daun antarman was!’
chando, tara, tamran choop,
male Dubi ghuwaD ghook,
pane pane poDhi raat,
talaw jampyun kahetan wat
bandhi lili tarnan jhool
jhultan letyan phule phool,
thanDo dhiro wheto wa
mitha ko haiyani ha
pharatun pharatun shamanun ek,
awyun wagDe ahina chhek;
thakayun pakayun bolyun ‘ram!
suwa mate joi e tham ’
thauki uthi phul–suwasah
‘awo, daun antarman was!’
સ્રોત
- પુસ્તક : ઉદ્ગાર (પૃષ્ઠ ક્રમાંક 15)
- સર્જક : નલિન રાવળ
- પ્રકાશક : રવાણી પ્રકાશન ગૃહ
- વર્ષ : 1962