રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોયુગો થકી સઘન એકલતા સમું અહીં
અવાજના નગરમાં વસતો, અવાજના
મકાનમાં જરઠ હું શ્વસતો અવાજને.
અવાજનો સમય તો ગ્રસતો અવાજને,
રચ્યો, રચ્યો પ્રથમ મેં જ અવાજને પછી
અવાજનું નગર આ ચણતો ગયો ત્યહીં
થતાં ગયાં સકલ અંગ અરે અવાજનાં
અવાજને જ બસ તે અડકી શકે હવે.
અવાજના ગગનચુંબિત દુર્ગનો ધ્વજ
અત્યંત નિશ્ચલ કશો પ્રસરી રહે તદા
અવાજની તરડના અવકાશની ક્ષણે
ક્ષણાર્ધમાં સ્મરણ એ તવ મૌનનું મને
અવાજને નિકટથી સરતું લહાય, ને
જરાક જ્યાં અડકવા ચહું અંગુલી થકી
અનંત ત્યાં તડતડાટ થતો અવાજનો.
અવાજને સભય સ્વેદ વળે અવાજનો.
અવાજ મુક્ત સ્થળનાં વસનારને તને
મળાય તો જ મળવું મુજનેય શક્ય છે,
અવાજની અચળતા અકળાવતી, તને
મળાય તો જ અહીંથી ચળવુંય શક્ય છે.
અવાજના ઉદધિનો તટ તો હશે અવાજને,
હશે, હશે મરણ જેવું ય કૈંક તો હશે.
અવાજનું ગુપિત ક્યાંક કશે, હજારમાં
પતાળમાં ગુપિત ક્યાંક હશે અવાજનું.
કઠોર આ સમય શા મકરત્વચાળવા,
અવાજના ઉદરને અવ ચીરવા મથો
અવાજના પ્રખર હે નખ! તો કદાચ હું
અવાજમુક્ત સ્થળનાં વસનારને મળું,
કદાચ હું કવચિતનાં વસનારને મળું.
કદાચ હું હૃદયશીર્ણવિશીર્ણતા તણા
અવાજના ધધખતા રુધિરપ્રવાહમાં
અવાજમુક્ત સ્થળનાં વસનારને મળું....
yugo thaki saghan ekalta samun ahin
awajna nagarman wasto, awajna
makanman jarath hun shwasto awajne
awajno samay to grasto awajne,
rachyo, rachyo pratham mein ja awajne pachhi
awajanun nagar aa chanto gayo tyheen
thatan gayan sakal ang are awajnan
awajne ja bas te aDki shake hwe
awajna gaganchumbit durgno dhwaj
atyant nishchal kasho prasri rahe tada
awajni taraDna awkashni kshne
kshnardhman smran e taw maunanun mane
awajne nikatthi saratun lahay, ne
jarak jyan aDakwa chahun anguli thaki
anant tyan taDatDat thato awajno
awajne sabhay swed wale awajno
awaj mukt sthalnan wasnarne tane
malay to ja malawun mujney shakya chhe,
awajni achalta aklawti, tane
malay to ja ahinthi chalwunya shakya chhe
awajna udadhino tat to hashe awajne,
hashe, hashe maran jewun ya kaink to hashe
awajanun gupit kyank kashe, hajarman
patalman gupit kyank hashe awajanun
kathor aa samay sha makratwchalwa,
awajna udarne aw chirwa matho
awajna prakhar he nakh! to kadach hun
awajmukt sthalnan wasnarne malun,
kadach hun kawachitnan wasnarne malun
kadach hun hridayshirnawishirnta tana
awajna dhadhakhta rudhiraprwahman
awajmukt sthalnan wasnarne malun
yugo thaki saghan ekalta samun ahin
awajna nagarman wasto, awajna
makanman jarath hun shwasto awajne
awajno samay to grasto awajne,
rachyo, rachyo pratham mein ja awajne pachhi
awajanun nagar aa chanto gayo tyheen
thatan gayan sakal ang are awajnan
awajne ja bas te aDki shake hwe
awajna gaganchumbit durgno dhwaj
atyant nishchal kasho prasri rahe tada
awajni taraDna awkashni kshne
kshnardhman smran e taw maunanun mane
awajne nikatthi saratun lahay, ne
jarak jyan aDakwa chahun anguli thaki
anant tyan taDatDat thato awajno
awajne sabhay swed wale awajno
awaj mukt sthalnan wasnarne tane
malay to ja malawun mujney shakya chhe,
awajni achalta aklawti, tane
malay to ja ahinthi chalwunya shakya chhe
awajna udadhino tat to hashe awajne,
hashe, hashe maran jewun ya kaink to hashe
awajanun gupit kyank kashe, hajarman
patalman gupit kyank hashe awajanun
kathor aa samay sha makratwchalwa,
awajna udarne aw chirwa matho
awajna prakhar he nakh! to kadach hun
awajmukt sthalnan wasnarne malun,
kadach hun kawachitnan wasnarne malun
kadach hun hridayshirnawishirnta tana
awajna dhadhakhta rudhiraprwahman
awajmukt sthalnan wasnarne malun
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 294)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004