રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(મિશ્રોપજાતિ)
પૂનેમની ચાંદની રાત માંહે
હું, મારી પત્ની, શિશુ સાથ ત્રીજો,
શહેર જવા સૌ ઉપડ્યાં સહેલવા
જોવી પડી ‘ફીલમ' દેવદાસની.
જઈ ઝપાટે ઝટ, ગાડી આવતાં
અમે પ્રવેશ્યાં ગભરાટ છોડી.
સખી ગઇ બારી સમીપ બેસી,
કહી મને સન્મુખ તેની બેસવા.
“દે બેસવા બારી સમીપ તું મને,
ને બેસ તુ સંમુખ આમ મારી.”
કહી, ધરી રાહ જગા તણી હું
ઉભો તહીંથી ડગ યે ખસી ના.
કીધો ઘણો આગ્રહ તોય, તેણે
જગા ન આાપી. “શિશુને જરી, લ્યો;
જુઓ રડે છે તમને નિહાળી
ઉભા રહેલા.” વદતી હસી રહી.
“સ્વામી કહે તે કરવું પડે સખી
એ શું શિખી શાસ્ત્ર વિષે હજી ન તું?”
ને ત્યાં સખી સસ્મિત બોલી ધીરે,
“કિન્તુ ન આવી રીત પ્રેમની કદી,
જુઓ લખાયું ઇતિહાસ પાને-
ગાદી પ્રિયા કાજ ત્યજી નૃપાલે
તો બારી ના છોડી શકો તમે પછી
આ પ્રેમમૂર્તિ સખી કાજ આજે?”
(mishropjati)
punemni chandni raat manhe
hun, mari patni, shishu sath trijo,
shaher jawa sau upaDyan sahelwa
jowi paDi ‘philam dewdasni
jai jhapate jhat, gaDi awtan
ame prweshyan gabhrat chhoDi
sakhi gai bari samip besi,
kahi mane sanmukh teni besawa
“de besawa bari samip tun mane,
ne bes tu sanmukh aam mari ”
kahi, dhari rah jaga tani hun
ubho tahinthi Dag ye khasi na
kidho ghano agrah toy, tene
jaga na aapi “shishune jari, lyo;
juo raDe chhe tamne nihali
ubha rahela ” wadti hasi rahi
“swami kahe te karawun paDe sakhi
e shun shikhi shastr wishe haji na tun?”
ne tyan sakhi sasmit boli dhire,
“kintu na aawi reet premni kadi,
juo lakhayun itihas pane
gadi priya kaj tyji nripale
to bari na chhoDi shako tame pachhi
a premamurti sakhi kaj aje?”
(mishropjati)
punemni chandni raat manhe
hun, mari patni, shishu sath trijo,
shaher jawa sau upaDyan sahelwa
jowi paDi ‘philam dewdasni
jai jhapate jhat, gaDi awtan
ame prweshyan gabhrat chhoDi
sakhi gai bari samip besi,
kahi mane sanmukh teni besawa
“de besawa bari samip tun mane,
ne bes tu sanmukh aam mari ”
kahi, dhari rah jaga tani hun
ubho tahinthi Dag ye khasi na
kidho ghano agrah toy, tene
jaga na aapi “shishune jari, lyo;
juo raDe chhe tamne nihali
ubha rahela ” wadti hasi rahi
“swami kahe te karawun paDe sakhi
e shun shikhi shastr wishe haji na tun?”
ne tyan sakhi sasmit boli dhire,
“kintu na aawi reet premni kadi,
juo lakhayun itihas pane
gadi priya kaj tyji nripale
to bari na chhoDi shako tame pachhi
a premamurti sakhi kaj aje?”
સ્રોત
- પુસ્તક : સ્વાતિ (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : મગનભાઈ લાલભાઈ દેસાઈ ‘કોલક’
- પ્રકાશક : કવિતા કાર્યાલય
- વર્ષ : 1941