malyan - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મળ્યાં

malyan

સુન્દરમ્ સુન્દરમ્
મળ્યાં
સુન્દરમ્

મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી.

મહા જનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,

ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,

બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.

ઘણો સમય તો કાંઈ વદ્યાં,અને જ્યાં વદ્યાં

પુછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી.

અને ખબર સુણી નહિ સુણી કરી બેઉ તે

અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,

ઘડી ઘડી ઉઠાવી નેણ નિરખ્યા કર્યું. અન્યને.

(એપ્રિલ, ૧૯૩૯)

સ્રોત

  • પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1951