kachrajinun marashiyun - Marasiya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કચરાજીનું મરશિયું

kachrajinun marashiyun

કેશુભાઈ દેસાઈ કેશુભાઈ દેસાઈ
કચરાજીનું મરશિયું
કેશુભાઈ દેસાઈ

છેલ કચરાજી, ચિયા મલકથી આયોં ઓચંતો નૂતરોં?

હજી કૂકડોય ઊંઘમાંથી જાજ્યો ન'તો;

વળી ડણકો પણ ડેરીનો વાયો ન‘તો.

તમે પાછું વળીન્ કાંય પૂશ્યું નંઈ;

કોઈ નયણે ફૂટેલ નીર લૂશ્યું નંઈ.

રોયૉ ખેતરોં જી,

કે રોયૉ ખાયડોં જી, ખડચીનોં ખૂબ રોયૉ કૂતરૉ,

ભૂંડા ભારથુજી, વળી આવી તે હોય શું ઉતાવળ્યો!

નાઠા અંડોળી શેઢા નઁ વાઘો બધી:

જૉણ્યેં મહેફિલ અમારી નોં તમનઁ હદી.

ધોળૉ લૂગડાઁમોં અબધૂત અલગારી;

તમે ઊડતા ઘોડલિયાના અશવારી!

ભળ ભાંખળ્અ જી,

ખરા તાકડ્અજી, આજ ઘોડો પલૉણતોં ના આવડ્યો!

ઓતરાદૉ આભલોંથી કેનોં તે વાયક ઊતર્યોં?

જરા હંભળાયો હોત તો મન પણ વળ્અ;

થોડો અમનઁય મન્યખાનો મારગ જડ્અ.

થોડી વ્હેલેરી ઊંઘ ઊડ્અ તોય ચ્યોંથી?

જરી ઝબકારો જાગ્અ અગન્નમાઁથી!

ચોર જ્યમ સટ્ટક્યા જી,

એવા તમે ભડક્યા જી, જૉણ્યેં પારધીના

પગલ્અ કબૂતરોં...

છેલ કચ્ચરાજી...!

(તા. નવેમ્બરે વહેલી પરોઢવેળાએ અણધાર્યા હૃદયરોગના હુમલાનો ભોગ બની ગયેલા બાળગોઠિયાની સ્મૃતિમાં.)

સ્રોત

  • પુસ્તક : ઉદ્દેશ - માર્ચ, 2007 (પૃષ્ઠ ક્રમાંક 327)
  • સંપાદક : પ્રબોધ ર. જોશી
  • વર્ષ : 2007