shani khotyo - Lokgeeto | RekhtaGujarati

શાની ખોટ્યો

shani khotyo

શાની ખોટ્યો

તમને શાની શાની ખોટ્યો? અમને ઝાંઝરિયાની ખોટ્યો;

ઝાંઝર ઉપર તમાક ટીલડી, શીદું બેગમ લેતી આવે.

તમને શાની શાની ખોટ્યો? અમને બંગડીની ખોટ્યો;

બંગડી ઉપર તમાક ટીલડી, શીદું બેગમ લેતી આવે.

તમને શાની શાની ખોટ્યો? અમને અંગુઠીની ખોટ્યો;

અંગુઠી ઉપર તમાક ટીલડી, શીદું બેગમ લેતી આવે.

તમને શાની શાની ખોટ્યો? અમને સાડલાની ખોટ્યો;

સાડલા ઉપર તમાક ટીલડી, શીદું બેગમ લેતી આવે;

રસપ્રદ તથ્યો

આવી રીતે અલંકારોનાં નામ મૂકીને ગીતને લંબાવાય છે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968