winjhno - Lokgeeto | RekhtaGujarati

વીંઝણો

winjhno

વીંઝણો

માતા સોળંસેં કળીનો વીંઝણો

માતા નવસેં કળીનો હાર રે

મારી માતા સરીખો વીંઝણો

માતા ઊભા રે કિયા ભાઈ સેવા કરે

માતા કઈ વહુ લાગે છે પાય રે

મારી માતા સરીખો વીંઝણો

માતા પાયે રે પડાગણ, વહુ ને બેટડા

માતા અખંડ હેવાતણ હોય રે

મારી માતા સરીખો વીંઝણો

માતા અખંડ હેવાતણ વહુને ચૂડલો

માતા અખંડ વીરાજીની મોળ રે

મારી માતા સરીખો વીંઝણો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શ્રીમતી મનોરમા ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959