વનરાવનમાં હંસ મઢી રે
wanrawanman hans maDhi re
વનરાવનમાં હંસ મઢી રે, બનાવી રે,
કંચનના મોલુ લૂંટાય રે!
તારે મારે ને હંસા જોયા જેવી થાશે રે,
કાયા ચડીને હંસો જાય રે!
તાલ ને તમાસા જોવા દનિયા મળે રે,
તમુ વિના હંસા, ફરૂં ઉદાસી રે!
દલુડે જડ્યું હું મોટી રે, તારે ને મારે હંસા.
થોડા દિવસ હંસા, લા’વ લિયો રે!
થોડા દિવસની લાગી માયા રે!
તારે ને મારે હંસા.
કાયા છોડીને હંસા જાય રે!
તાલ તમાસા જોવા દનિયા મળે રે!
તારે ને મારે હંસા.
wanrawanman hans maDhi re, banawi re,
kanchanna molu luntay re!
tare mare ne hansa joya jewi thashe re,
kaya chaDine hanso jay re!
tal ne tamasa jowa daniya male re,
tamu wina hansa, pharun udasi re!
daluDe jaDyun hun moti re, tare ne mare hansa
thoDa diwas hansa, la’wa liyo re!
thoDa diwasni lagi maya re!
tare ne mare hansa
kaya chhoDine hansa jay re!
tal tamasa jowa daniya male re!
tare ne mare hansa
wanrawanman hans maDhi re, banawi re,
kanchanna molu luntay re!
tare mare ne hansa joya jewi thashe re,
kaya chaDine hanso jay re!
tal ne tamasa jowa daniya male re,
tamu wina hansa, pharun udasi re!
daluDe jaDyun hun moti re, tare ne mare hansa
thoDa diwas hansa, la’wa liyo re!
thoDa diwasni lagi maya re!
tare ne mare hansa
kaya chhoDine hansa jay re!
tal tamasa jowa daniya male re!
tare ne mare hansa
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 92)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963
