વનમાં વપત પડે
wanman wapat paDe
ઝાલર વાગે ને વાલો હરિરસ ગાય,
કાનો ગોપીનો છેડલો ઘરાય;
મેલો મેલો કાનજી, અમારાં ચીર,
હું તારી બેનડી ને તું મારો વીર.
કાયકી બેનડી ને કાયકો વીર?
તમે ગોપી ને અમે નિરમળ નીર.
એટલું ક્યું ને ગોપી રાવેં ગઈ,
જશોદાની પાસે ઉભી રે રઈ.
માતા જશોદા, તમારો કાન,
હાલતે મારગેં માગે છે દાણ.
જાવ જાવ ગોપીયું તમારે ઘેર,
કાનો આવે તો માંડું વઢવેડ.
સાંજ પડી ને ઘેર આવ્યો ગોવાળ,
માતા જશોદા પૂછે તે વાર.
કાના ગોવારિયા, તારી એવડી શી હેર,
નત્યના ઝઘડા આવે છે ઘેર.
માતા જશોદા તમારો પાડ,
સાંભળો કઉં હું એક વાત,
એક આવીને મારે પાયેં પડે,
બીજી આવીને મારાં ચરણ ધરે;
ત્રીજી આવીને મારી મોરલી હરે,
ચોથી આવીને મારી ચોટલી તાણે;
એટલી વપત મને વનમાં પડે,
તેની રે રાવ ગોપી તમને કરે.
jhalar wage ne walo hariras gay,
kano gopino chheDlo gharay;
melo melo kanji, amaran cheer,
hun tari benDi ne tun maro weer
kayki benDi ne kayko weer?
tame gopi ne ame nirmal neer
etalun kyun ne gopi rawen gai,
jashodani pase ubhi re rai
mata jashoda, tamaro kan,
halte margen mage chhe dan
jaw jaw gopiyun tamare gher,
kano aawe to manDun waDhweD
sanj paDi ne gher aawyo gowal,
mata jashoda puchhe te war
kana gowariya, tari ewDi shi her,
natyna jhaghDa aawe chhe gher
mata jashoda tamaro paD,
sambhlo kaun hun ek wat,
ek awine mare payen paDe,
biji awine maran charan dhare;
triji awine mari morli hare,
chothi awine mari chotli tane;
etli wapat mane wanman paDe,
teni re raw gopi tamne kare
jhalar wage ne walo hariras gay,
kano gopino chheDlo gharay;
melo melo kanji, amaran cheer,
hun tari benDi ne tun maro weer
kayki benDi ne kayko weer?
tame gopi ne ame nirmal neer
etalun kyun ne gopi rawen gai,
jashodani pase ubhi re rai
mata jashoda, tamaro kan,
halte margen mage chhe dan
jaw jaw gopiyun tamare gher,
kano aawe to manDun waDhweD
sanj paDi ne gher aawyo gowal,
mata jashoda puchhe te war
kana gowariya, tari ewDi shi her,
natyna jhaghDa aawe chhe gher
mata jashoda tamaro paD,
sambhlo kaun hun ek wat,
ek awine mare payen paDe,
biji awine maran charan dhare;
triji awine mari morli hare,
chothi awine mari chotli tane;
etli wapat mane wanman paDe,
teni re raw gopi tamne kare



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968